Jamnagar Tourism: જો જામનગર જાવ તો આ 5 જગ્યા જોવાનું ભુલતા નહીં, પિકનિક માટે આ છે બેસ્ટ ઓપ્શન
Places To Visit In Jamnagar: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની સાથે જામનગર શહેર પણ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતનું આ ખૂબ જ સુંદર શહેર છે જે કચ્છની ખાડી નજીક આવેલું છે. જો તમે એક દિવસની ટ્રીપ પ્લાન કરી રહ્યા છો તો જામનગર તમારા માટે સારો ઓપ્શન છે કારણ કે અહીં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ આવેલી છે. જામનગર જવું હોય તો તમને ટ્રેન, ફ્લાઇટ અને બસ બધું જ સરળતાથી મળી રહે છે. તો ચાલો તમને જણાવીએ જામનગરના પાંચ બેસ્ટ ટુરિસ્ટ સ્પોટ વિશે.
વંતારા
અનંત અંબાણીએ જામનગરમાં વંતારાની શરૂઆત કરી છે જે જંગલી પશુઓ માટેનું સેન્ટર છે. અહીં ભારત અને વિદેશથી રેસ્ક્યુ કરેલા પ્રાણીઓને રાખવામાં આવ્યા છે અને તેમની દેખરેખથી સારવાર સહિતની ટ્રીટમેન્ટ અહીં થાય છે.
લાખોટા પેલેસ
જામનગરની ટુર લાખોટા પેલેસની મુલાકાત વિના અધૂરી ગણાય. આ જગ્યા વાસ્તુકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. તેનું નિર્માણ 19 મી સદીમાં થયું હતું. અહીં સવારે 6 થી રાત્રે 10 સુધી એન્ટ્રી લઈ શકાય છે. અહીં તમે લાખોટા તળાવનો સુંદર નજારો પણ માણી શકો છો.
બર્ડ સેન્ચુરી
જામનગરની મુલાકાત લેવાની હોય તો ખીજડીયા બર્ડ સેન્ચુરીની મુલાકાત પણ લેવી. જામનગર શહેરથી 10 કિલોમીટર દૂર કચ્છની ખાડીમાં લગભગ 605 હેક્ટરમાં આ બર્ડ સેન્ચ્યુરી ફેલાયેલી છે. અહીં તમને દેશ-વિદેશના પક્ષીઓ જોવા મળશે.
મરીન નેશનલ પાર્ક
જામનગરના કોસ્ટલ એરિયામાં ટાઇડલ ઝોન આવેલો છે. જેને ઓગસ્ટ 1980 માં મરીન સેન્ચ્યુરી જાહેર કરવામાં આવી હતી. આ જગ્યા સમુદ્રી જીવોને જોવા માટે બેસ્ટ છે. આ પાર્કમાં જવું હોય તો ઓક્ટોબરથી માર્ચ સુધીનો સમય ખૂબ જ સારો રહે છે.
પ્રતાપ વિલાસ પેલેસ
પ્રતાપ વિલાસ પેલેસ જામનગર રેલવે સ્ટેશનથી 2 કિમી દૂર આવેલો છે. સૌરાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ મહેલોમાંથી એક આ મહેલ પણ છે. 1907 થી 1915 વચ્ચે આ પેલેસનું નિર્માણ જામ રંજીત સિંહજીએ કરાવ્યું હતું. અહીં સામાન્ય લોકોને સવારે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી એન્ટ્રી મળે છે.
Trending Photos