White Hair: વર્તમાન સમયમાં નાની ઉંમરમાં જ લોકોને માથામાં સફેદ વાળ વધવા લાગે છે. યુવાનીમાં જ જ્યારે માથામાં વાળ સફેદ થવા લાગે તો ઘણી વખત લોકોનો કોન્ફિડન્સ પણ લો થઈ જતો હોય છે. નાની ઉંમરમાં સફેદ થતા વાળને છુપાવવા માટે લોકો કેમિકલ યુક્ત કલરનો પણ ઉપયોગ કરવા લાગે છે. જોકે વાળ સફેદ થવા લાગ્યા હોય તો કલર કરાવવાની શરૂઆત કરી દેવી જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાની ઉંમરમાં જ જો તમે કલર કરાવતા થઈ જશો તો વાળને ગંભીર નુકસાન પણ થઈ શકે છે. જેમ જેમ વાળ વધારે સફેદ થશે તેમ તેમ તમારે થોડા થોડા દિવસે કલર કરાવવો પણ ફરજિયાત થઈ જશે. આ ચક્કરમાં પડવાને બદલે તમે એક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ વાળને મહિનાઓ સુધી કાળા કરી શકો છો. આજે તમને ઘરમાં જ રહેલી ત્રણ વસ્તુના ઉપયોગથી એક ખાસ તેલ બનાવવાની રીત જણાવીએ. આ તેલ બનાવીને તેનો માથામાં ઉપયોગ કરશો તો મહિનાઓ સુધી વાળ કાળા રહેશે.


આ પણ વાંચો: Fitness Tips: ઘરે 30 મિનિટ કરી લો આ કસરતો, જિમ ગયા વિના શરીર રહેશે ફીટ


તેલ બનાવવાની સામગ્રી


બદામ 2
એક ડુંગળીના ફોતરાં
સુકી મેથી 1 ચમચી
વિટામીન ઈની કેપ્સ્યુલ 1
નાળિયેર તેલ જરૂર અનુસાર


આ પણ વાંચો: Glowing Skin: ચમકદાર અને સુંદર સ્કિન માટે અજમાવો આ 3 માંથી કોઈ એક ઘરેલુ નુસખો


સૌથી પહેલા તવા પર બદામના ટુકડા કરી શેકો. 2 મિનિટ પછી તેમાં સુકી મેથી ઉમેરી શેકો. છેલ્લે તેમાં ડુંગળીના ફોતરા ઉમેરી બરાબર શેકો. બધી જ સામગ્રીનો રંગ કાળો થઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો. હવે આ વસ્તુઓ ઠંડી થાય પછી તેનો પાવડર કરી એક બાઉલમાં કાઢી લો. આ પાવડરમાં એક વિટામીન ઈની કેપ્સ્યુલ તોડીને ઉમેરી દો. છેલ્લે તેમાં નાળિયેર તેલ તમારા વાળની લંબાઈ અનુસાર ઉમેરો. 


આ પણ વાંચો: Skin Care: ચહેરાની ચમક 10 મિનિટમાં વધારી દેશે કપૂર, બસ આ રીતે કરો તેનો ઉપયોગ


હવે આ તૈયાર મિશ્રણને વાળમાં મૂળથી છેડા સુધી સારી રીતે લગાવો. તેને લગાવ્યા પછી 2 કલાક સુધી તેને વાળમાં રહેવા. 2 કલાક પછી વાળને શેમ્પૂ કરી લો. 2 કલાકમાં તમે જોશો કે કોઈપણ પ્રકારના કેમિકલયુક્ત કલર કે મહેંદી વિના તમારા વાળ કાળા થઈ જશે. આ રીતે કરેલો હેર કલર લાંબા સમય સુધી ટકે છે. નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી સફેદ વાળની સમસ્યા ધીરે ધીરે દુર થઈ જશે. 


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)