Face Mask: એક ઉંમર પછી ત્વચા ઢીલી થવા લાગે છે. ખાસ કરીને ચહેરા પર વધતી ઉંમરની અસર ઝડપથી દેખાવા લાગે છે. ત્વચા પર સૌથી વધારે કરચલીઓ આંખની આસપાસ જોવા મળે છે. સાથે ગાલની ત્વચા પણ લટકવા લાગે છે. ત્વચા પર દેખાતી ઉંમરની અસર આત્મવિશ્વાસને પણ અસર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: આ 5 કારણોથી ઉંમર પહેલા વાળ સફેદ થાય છે, આ 3 ઘરેલુ ઉપાય વાળને ફરીથી કાળા કરશે


40 વર્ષની વય પછી દરેક મહિલાએ પોતાની માવજત ખાસ રીતે કરવી જોઈએ. જેમાં સ્કિન કેર માટે કેટલાક ઘરેલુ માસ્કનો ઉપયોગ કરી શકાય છે. આ માસ્કની મદદથી સ્કિન ટાઇટ થાય છે તમે ભલે ચાલીસ વર્ષના હોય પરંતુ તમારી સ્કિન 25 વર્ષના હોય તેવી દેખાઈ શકે છે.


સ્કિન ટાઈટનિંગ માસ્ક


આ પણ વાંચો: આંખની આસપાસ નાળિયેરનું તેલ લગાડવાથી થતા આ ફાયદા વિશે નહીં જાણ્યું હોય આજ સુધી


1. ચોખાના લોટમાં કાચું દૂધ મિક્સ કરી પેસ્ટ બનાવવો. આ પેસ્ટને ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. પેસ્ટ સુકાઈ જાય પછી હળવા હાથે મસાજ કરી તેને સાફ કરો. આ માસ્કથી ડેડ સ્કીન નીકળી જશે અને સ્કીન ટાઈટ રહેશે. 


2. પાકા કેળાની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી દહીં ઉમેરો. આ માસ્કને ચહેરા પર લગાવો. તેનાથી ત્વચાને જરૂરી પોષણ મળશે અને કોલેજનનું ઉત્પાદન વધશે. જેના કારણે ત્વચા પર કરચલીઓ નહીં પડે. 


આ પણ વાંચો: Warm Water: સવારે હુંફાળુ પાણી પીવાથી શું ફાયદો થાય? આયુર્વેદમાં પણ જણાવેલા છે આ લાભ


3. ઓટમીલ અને દૂધને મિક્સ કરી પેસ્ટ બનાવી લો હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ માસ્ક લગાડવાથી ત્વચાની રંગત પ્રાકૃતિક રીતે વધે છે અને સ્કીન સોફ્ટ બને છે. 


4. એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને ત્વચા પર લગાવો. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી ઢીલી પડેલી ત્વચા ટાઈટ થાય છે અને ફાઇનલ લાઈન્સ ઓછી થવા લાગે છે. 


આ પણ વાંચો: ભેજના કારણે ચોખા, દાળ કે ઘઉંમાં પડેલી જીવાત કાઢવા ટ્રાય કરો આ 5 માંથી કોઈ 1 ઉપાય


અહીં દર્શાવેલા ફેસ માસ્કનો ઉપયોગ તમે અઠવાડિયામાં બે કે ત્રણ વખત કરી શકો છો. તેનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ કરી લેવો. જે વસ્તુ ત્વચાને માફક આવતી હોય તેનો ઉપયોગ થોડા સમય સુધી કરતા રહેશો એટલે તમે અનુભવશો કે ઢીલી દેખાતી ત્વચા ટાઈટ થવા લાગી છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)