Honey Purity Test: મધનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. પૂજા-પાઠથી લઈને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યામાં મધનો ઉપયોગ કરવામાં આવે છે. મધનો ઉપયોગ ખાંડના હેલ્ધી વિકલ્પ તરીકે પણ કરવામાં આવે છે. પરંતુ જે મધને તમે હેલ્થી સમજીને ખાંડના બદલે ઉપયોગમાં લ્યો છો તેમજ તમારા માટે ખાંડ કરતાં વધારે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવું ત્યારે થાય છે જો તમે નકલી મધનો ઉપયોગ કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Ginger Garlic Paste: આદુ-લસણની પેસ્ટ આ રીતે કરશો સ્ટોર તો 6 મહિના સુધી રહેશે ફ્રેશ


આજના સમયમાં માર્કેટમાં મળતી કોઈપણ વસ્તુ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકાય તેવું નથી. એવી કોઈ વસ્તુ નહીં હોય જેમાં ભેળસેળ થતી ન હોય. આ લિસ્ટમાં મધનું નામ પણ આવે છે. મધમાં પણ મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવે છે તેથી તેનો ઉપયોગ કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે કે મધ શુદ્ધ છે કે નહીં. મધની શુદ્ધતા ચકાસવી હોય તો મિનિટોમાં આ કામ થઈ શકે છે. આજે તમને 3 એવી ટ્રિક જણાવીએ જેને કરીને તમે તુરંત જાણી શકો છો કે મધ અસલી છે કે નકલી ?


મધની શુદ્ધતા ચકાસવાની રીતો


આ પણ વાંચો: Recipe: વધેલી ઠંડી રોટલીનો ઉપયોગ કરી બનાવો ડોમિનોઝ સ્ટાઈલ સ્ટફ ગાર્લિક બ્રેડ


પાણી 


મધમાં ભેળસેળ છે કે મધ શુદ્ધ છે તે જાણવાનો સૌથી સરળ રસ્તો છે પાણી. પાણીનો એક ગ્લાસ ભરો અને તેમાં એક ચમચી મધ ઉમેરો. ત્યાર પછી 1 મિનિટ સુધી રાહ જુઓ. મધ પાણીમાં ભળી જવાને બદલે નીચે બેસી જાય તો મધ શુદ્ધ હશે. પરંતુ જો મધ પાણીની ઉપર તરવા લાગે અથવા તો પાણીમાં ભળી જાય તો તે નકલી હશે. 


આ પણ વાંચો: આ ગ્રીન જ્યૂસ પીને 47 વર્ષે પણ મલ્લિકા શેરાવત દેખાય છે 25 જેવી, ઘરમાં બની જશે ફટાફટ


અંગૂઠાથી જાણો 


હાથના અંગૂઠા પર એક ટીપું મધ રાખો. જો મધનું ટીપું અંગૂઠા પર ચિપકેલું રહે તો સમજી લેજો કે મધ શુદ્ધ છે પરંતુ જો મધ સરળતા થી અંગૂઠા પરથી સરકી જાય તો સમજી લેજો કે મધ નકલી છે. 


આ પણ વાંચો: જીવનમાં સફળ અને સમૃદ્ધ થવું હોય તો આ 5 Negative વાતો ક્યારેય ન બોલવી, બદલી જશે જીવન


કાગળથી કરો ચેક 


વિજ્ઞાન અનુસાર મધની ડેન્સિટી વધારે હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો મધ પાણીની જેમ કોઈપણ વસ્તુને ભીની કરવામાં અસમર્થ હોય છે. મધમાં ભેળસેળ છે કે નહીં તે તમને વિજ્ઞાનનો આ નિયમ જણાવી શકે છે. તેના માટે એક કાગળ લેવો અને તેના પર મધના થોડા ટીપા નાખવા. જો કાગળ મધના કારણે ભીનું થવા લાગે તો મધ નકલી હશે. શુદ્ધ મધ કાગળને ભીનું કર્યા વિના તેના પર જામેલું રહેશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)