Recipe: વધેલી ઠંડી રોટલીનો ઉપયોગ કરી બનાવો ડોમિનોઝ સ્ટાઈલ સ્ટફ ગાર્લિક બ્રેડ, ફટાફટ નોંધી લો રેસિપી
Recipe: ઠંડી રોટલી વધી હોય તો તેમાંથી તમે ટેસ્ટી ગાર્લિક બ્રેડ બનાવી શકો છો. એકવાર જો તમે આ વાનગી ટ્રાય કરી તો પછી રોજ તમે આ વાનગી બનાવવા માટે રોટલી વધારે બનાવવા લાગશો. વધેલી રોટલીમાંથી તમે 10 જ મિનિટમાં સ્ટફ ગાર્લિક બ્રેડ બનાવી શકો છો.
Trending Photos
Recipe: ગાર્લિક બ્રેડ નાના-મોટા સૌ કોઈને ભાવે છે. પરંતુ મોટાભાગે લોકો બહાર જઈને જ ગાર્લિક બ્રેડ ખાતા હોય છે. ગાર્લિક બ્રેડનો ટેસ્ટ અલગ જ હોય છે. ઘરે ગાર્લિક બ્રેડ બનાવવાનું મોટાભાગના ટાળે છે. કારણ કે તેમાં જે બ્રેડ હોય છે તે બનાવવા માટે માઇક્રોવેવ સહિતની વસ્તુની જરૂર પડે છે અને તે મુશ્કેલ પણ હોય છે. જોકે બ્રેડ બનાવ્યા વિના તમે રોટલીની મદદથી પણ સ્ટફ ગાર્લિક બ્રેડનો સ્વાદ માણી શકો છો.
બજારમાં જે ગાર્લિક બ્રેડ મળે છે તેના જેવો જ સ્વાદ રોટલી સાથે મેળવી શકાય છે. રોટલી સાથે ગાર્લિક બ્રેડ બનાવવા માટે માઇક્રોવેવ કે અન્ય કોઈ ટેકનીકની જરૂર પણ નહીં પડે. જો તમારા ઘરે ઠંડી રોટલી વધી હોય તો કેટલાક શાકભાજી અને સામાન્ય મસાલાની મદદથી તમે આ વાનગી તૈયાર કરી શકો છો.
ગાર્લિક બ્રેડ માટેની સામગ્રી
કેપ્સીકમ, બાફેલી મકાઈ, મોઝરેલા ચીઝ, લસણ, બટક, ચિલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું સ્વાદ અનુસાર, વધેલી રોટલી, લીલા ધાણા
રોટલીની ગાર્લિક બ્રેડ બનાવવાની રીત
સૌથી પહેલા કેપ્સીકમને ઝીણા સમારી મકાઈ, ચીઝ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો સાથે સારી રીતે મિક્સ કરો. ત્યાર પછી ગાર્લિક બટર તૈયાર કરવા માટે એક વાટકીમાં જરૂર અનુસાર ઓગળેલું બટર, લસણની પેસ્ટ અને લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરો. હવે જે રોટલી વધેલી હોય તેના ઉપર તૈયાર કરેલું ગાર્લિક બટર લગાડો. ત્યાર પછી તેમાં કેપ્સીકમ સહિતનું સ્ટફિંગ ઉમેરો. અડધી રોટલીને ફોલ્ડ કરો અને પછી નોનસ્ટિક પેન પર ગાર્લિક બટર લગાડીને રોટલીને બંને તરફ શેકી લો. 5 મિનિટ શેક્યા પછી ક્રિસ્પી ગાર્લિક બ્રેડ તૈયાર થઈ જશે તેને કટ કરી અને ગરમાગરમ સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે