Towel Using Rules: મોટાભાગના લોકો નહાયા પછી જે ટુવાલનો ઉપયોગ કરતા હોય છે તેને રોજ ધોતા નથી. ઉપયોગ કર્યા પછી ટુવાલને તડકામાં સૂકવી દેવામાં આવે છે અને થોડા દિવસ પછી તેના ધોવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે જે ટુવાલનો ઉપયોગ તમે કરો છો તેમાં ઘણા બધા કીટાણુ હોય છે ? તેથી તેને નિશ્ચિત સમય અંતરાલમાં ટુવાલ ધોવો જરૂરી હોય છે. આજે તમને જણાવીએ કે ટુવાલને ધોયા પછી કેટલી વખત તેને વાપરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે આપણે ટુવાલ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે તેના રેશામાં કેટલાક બેક્ટેરિયા ચોંટી જાય છે. કારણ કે જ્યારે શરીર કોરું કરીએ છીએ ત્યારે ટુવાલ ભીનો થાય છે અને તેમાં બેક્ટેરિયાને વધવા માટે અનુકૂળ વાતાવરણ મળે છે. બીજા દિવસે જ્યારે તમે ટુવાલને ધોયા વિના તેનો ઉપયોગ કરો છો તો રેસામાં ઘુસેલા બેક્ટેરિયા તમારા સ્કિન અને નાક વડે શરીરમાં પહોંચી જાય છે અને તે તમને ગંભીર રીતે બીમાર કરી શકે છે.


આ પણ વાંચો: 


રસોઈમાં મીઠું વધી જાય તો ચિંતા ન કરવી, આ ત્રણમાંથી કોઈ એક ઉપાય અજમાવો


કસરત ન કરવી અને વધુ પડતી કરવી બંને જીવલેણ, હાર્ડકોર કસરતથી વધે Heart Attack નું જોખમ


તમે પણ વાળને આ રીતે બાંધો છો ટુવાલમાં? તો તમે જાતે કરી રહ્યા છો ટકલા બનવાની તૈયારી


કેટલી વખત ધોવો જોઈએ ટુવાલ?


સ્વાસ્થ્ય નિષ્ણાંતો નું કહેવું છે કે સામાન્ય રીતે બે કે ત્રણ વખત ઉપયોગ કર્યા પછી ટુવાલને ધોઈ લેવો જરૂરી છે. જો તુ વાલ કોઈ એક જ વ્યક્તિ ઉપયોગ કરતી હોય તો તેને ત્રણ દિવસ બાદ ધોઈ શકાય છે. જો બે લોકો એક ટુવાલનો ઉપયોગ કરતા હોય તો ટુવાલને રોજ ધોવો જરૂરી છે.


ટુવાલને તડકામાં સુકવવો જરૂરી


 ટુવાલ ને બે કે ત્રણ વખત ઉપયોગમાં લીધા પછી જોઈ શકાય છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે ટુવાલનો ઉપયોગ કર્યા પછી તેને તડકામાં રોજ સુકવવો જોઈએ. આમ કરવાથી તેમાં રહેલો ભેજ દૂર થઈ જાય છે અને કીટાણુ વધતા નથી. જો તમે તડકામાં ટુવાલને સુકવતા નથી તો તમને ત્વચાની બીમારીઓ થઈ શકે છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)