શું તમે પણ વાળને આ રીતે બાંધો છો ટુવાલમાં? તો તમે છો તમારા વાળના દુશ્મન, ટકલા બનાવી દેશે આ આદત

Side Effects Of Tying Hair With Towel: મહિલાઓ કલાકો સુધી વાળમાં ટુવાલ બાંધી રાખે છે તેના કારણે ઘણી બધી સમસ્યાઓ વધી શકે છે. જો તમે તમારા વાળના દુશ્મન ન હોય તો આજથી જ આ આદત બદલી દો. સાથે જ જાણી લો કે તમારી આ આદત વાળને કેટલું નુકસાન કરે છે.

શું તમે પણ વાળને આ રીતે બાંધો છો ટુવાલમાં? તો તમે છો તમારા વાળના દુશ્મન, ટકલા બનાવી દેશે આ આદત

Side Effects Of Tying Hair With Towel: વાળ ધોયા પછી મોટા ભાગની મહિલાઓ પોતાના વાળમાં ટુવાલ બાંધી રાખે છે. વાળને ટુવાલમાં ટાઇટ બાંધી રાખવાથી વાળ જલ્દી કોરા થઈ જાય છે. આવું માનવામાં આવે છે પરંતુ ખરેખર તો ટુવાલમાં વાળને બાંધવાથી વાળને ભયંકર નુકસાન થાય છે. વાળને ટુવાલમાં બાંધી રાખવાથી ડેન્ડ્રફ, હેરફોલ, ડ્રાઇનેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. મહિલાઓ કલાકો સુધી વાળમાં ટુવાલ બાંધી રાખે છે તેના કારણે આ બધી સમસ્યાઓ વધી શકે છે. જો તમે પણ તમારા વાળના દુશ્મન ન હોય તો આજથી જ આ આદત બદલી દો. સાથે જ જાણી લો કે તમારી આદત વાળને કેટલું નુકસાન કરે છે

આ પણ વાંચો:

તમારી ફેવરેટ Lipstick નો Shade જાહેર કરે છે તમારી પર્સનાલિટીના સીક્રેટ

Skin Care માં મીઠાના પાણીનો વધી રહ્યો છે ટ્રેંડ, જાણો તેના ફાયદા અને નુકસાન વિશે

Egg White ને આ રીતે લગાવો વાળમાં, માથામાંથી ખોડો થઈ જશે એકવારમાં દુર

વાળને ટુવાલમાં બાંધવાથી થતા નુકસાન

1. જો તમે વાળ ધોયા પછી માથા પર ટુવાલ બાંધી રાખો છો તો તેનાથી સ્કેલપમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. જે વાળ માટે ખૂબ જ ખરાબ છે.

2. નહાયા પછી વાળમાં લાંબા સમય સુધી ટુવાલ બાંધી રાખવાથી સ્કેલપ ભીનું રહે છે. જેના કારણે ડેન્ડ્રફ થવાની શક્યતાઓ વધી જાય છે. 

3. જે લોકોને વાળ ખરવાની ફરિયાદ હોય તેમણે તો આ ભૂલ ક્યારેય ન કરવી. જો તમે વાળને આ રીતે બાંધી રાખશો તો વાળ ખરવાની સમસ્યા વધી જશે.

4. ભીના વાળમાં ટુવાલ બાંધી રાખવાથી હેરની નેચરલ શાઇનને ખરાબ અસર થાય છે.

5. તમે જે ટુવાલથી શરીર કોરું કરો છો તેને જ માથામાં બાંધી લેવાથી વાળમાં ગંદકી થાય છે. 

વાળની કોરા કરવા માટે શું કરવું ? 

વાળમાં ટુવાલ બાંધવો એ ખોટી રીત છે. તો પ્રશ્ન એ થાય છે કે વાળને કોરા કરવા માટે શું કરવું ? વાળની કોરા કરવા માટે તડકો હોય ત્યાં થોડી વખત બેસવું. જો ઘરમાં સવારનો તડકો ન આવતો હોય તો તમે હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો. પરંતુ હેર ડ્રાયરમાં હીટ વધારે ન રાખવી તેનાથી વાળ ડેમેજ થાય છે.

Trending news