Side Effects of Not Sleeping: શરીર સ્વસ્થ રહે તે માટે જરૂરી છે કે તમે નિયમિત 7 થી 9 કલાકની ઊંઘ કરો. જો ઊંઘ બરાબર થાય છે તો બોડી સેલ્સને પણ આરામ મળે છે અને શરીર તંદુરસ્ત રહે છે. સાથે જ તમે દિવસ પર કામ કરવા માટે એક્ટિવ રહી શકો છો. પરંતુ જો તમે નિયમિત રીતે ઓછી ઊંઘ કરો છો તો શરીરમાં દિવસ પર આળસનો અનુભવ થાય છે અને કોઈ પણ કામ કરી શકાતું નથી. જોકે ઊંઘ ન કરવાથી ફક્ત આ તકલીફ જ નહીં પરંતુ અન્ય ગંભીર સમસ્યા પણ થઈ શકે છે. જેમ કે જો તમે ઊંઘ બરાબર ન કરો તો તમે ડિપ્રેશનના શિકાર પણ થઈ શકો છો. ઊંઘ કર્યા વિના વ્યક્તિના જીવ ઉપર પણ જોખમ ઊભું થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


આ Tips ફોલો કરશો તો ગરમીમાં પણ ખરાબ નહીં થાય તમારો Makeup


ઘરે પણ બનાવી શકો છો બહાર જેવું જ માખણ, બસ બનાવો ત્યારે આ સ્ટેપ્સ કરવા ફોલો


મહિલાઓને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે આ 5 વાતો, સમસ્યામાંથી બહાર નીકળવાનો મળશે રસ્તો


વ્યક્તિને સ્વસ્થ રહેવા માટે અને જીવિત રહેવા માટે ભોજન પાણી અને હવાની જેટલી જરૂર પડે છે એટલી જ જરૂર ઊંઘની પણ પડે છે. 1997 માં ઊંઘને લઈને એક સંશોધન કરવામાં આવ્યું હતું. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી આયોજિત એક સ્પર્ધામાં એક વ્યક્તિએ 18 દિવસ 21 કલાક અને 40 મિનિટ સુધી ન ઊંઘવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આટલા દિવસ સુધી ઊંઘ ન કરવાના કારણે તેના શરીર ઉપર ઘણી બધી આડ અસરો જોવા મળી હતી. ત્યાર પછી વર્લ્ડ રેકોર્ડમાં આ કેટેગરીને જ બંધ કરી દેવામાં આવી. 


જો તમે રાત્રે બરાબર ઊંઘતા નથી તો શરીર ઉપર તેની ઘણી આડ અસર થાય છે. ઊંઘ ન કરવાના કારણે શરીરની એનર્જી પણ ઘટી જાય છે. તેનાથી માથામાં દુખાવો રહે છે અને સ્નાયુ પણ નબળા પડવા લાગે છે. જે વ્યક્તિ ઊંઘ નથી કરતી તેનું વજન પણ વધવા લાગે છે અને હાઈ બ્લડ પ્રેશર પણ થાય છે. જેના કારણે શરીરનું સંતુલન ખરાબ થઈ જાય છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)