ઘરે પણ બનાવી શકો છો બહાર જેવું જ માખણ, બસ બનાવો ત્યારે આ સ્ટેપ્સ કરવા ફોલો

How To Make Salty Butter At Home: શું તમે જાણો છો કે કેટલીક સરળ ટિપ્સને ફોલો કરીને ઘરે પણ બહાર જેવું જ ટેસ્ટી અને સૉલ્ટી માખણ તૈયાર કરી શકો છો? આજે તમને જણાવીએ કે તમે ઘરે કઈ રીતે બહાર જેવું જ માખણ તૈયાર કરી શકો છો.

ઘરે પણ બનાવી શકો છો બહાર જેવું જ માખણ, બસ બનાવો ત્યારે આ સ્ટેપ્સ કરવા ફોલો

How To Make Salty Butter At Home: જ્યારે પણ ઘરમાં ગાર્લિક બ્રેડ, સેન્ડવીચ, પીઝા જેવી વાનગી બનાવવામાં આવે છે તો તેમાં રેડીમેડ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકોને તો બાફેલી મકાઈમાં પણ બજારનું જ માખણ ભાવે છે. તેનું કારણ હોય છે કે ઘરે બનેલું સફેદ માખણ બહાર જેટલું ટેસ્ટી નથી લાગતું. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક સરળ ટિપ્સને ફોલો કરીને ઘરે પણ બહાર જેવું જ ટેસ્ટી અને સૉલ્ટી માખણ તૈયાર કરી શકો છો? આજે તમને જણાવીએ કે તમે ઘરે કઈ રીતે બહાર જેવું જ માખણ તૈયાર કરી શકો છો. 

આ પણ વાંચો:

બહાર જેવું જ ટેસ્ટી માખણ બનાવવું હોય તો કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી. જેમકે ઘરે આવતું દૂધ ઉકાળી અને ગરમ કરો પછી તે ઠંડુ થાય એટલે તેમાં રહેલી મલાઈને એર ટાઈટ કન્ટેનરમાં કાઢી લેવી. જો તમારે માખણ સારું બનાવવું હોય તો ફૂલ ક્રીમ મિલ્કનો ઉપયોગ કરવો જેથી મલાઈ સારી બને. મલાઈ ને જે ડબ્બામાં સ્ટોર કરો તેને ફ્રીઝરમાં રાખવું જોઈએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પંદર દિવસથી વધારે જૂની મલાઈ નો ઉપયોગ માખણ બનાવવા માટે ન કરવો. એટલે કે મલાઈ વધુમાં વધુ 15 દિવસ સુધી સ્ટોર થઈ જાય એટલે માખણ બનાવી લેવું.

માખણ બનાવવાની રીત

સૌથી પહેલા મલાઈને રૂમ ટેમ્પરેચર પર આવવા દો. જ્યારે મલાઈ સોફ્ટ થઈ જાય તો તેને પાંચ મિનિટ સુધી સતત ફેંટવાનું રાખો. આ કામ માટે તમે મિક્ચર નો ઉપયોગ કરી શકો છો. જ્યારે મલાઈ નું ટેક્સચર બદલવા લાગે તો તેમાં અડધી ચમચી મીઠું અને એક ચપટી હળદર મિક્સ કરો અને ફરીથી તેને બ્લેન્ડ કરો. 

થોડીવાર પછી તેમાં ફ્રીજનું ઠંડુ પાણી ઉમેરો. પાણી ઉમેર્યા પછી એક મિનિટ સુધી તેને સતત ફેંટો. જ્યારે લિક્વિડ અને માખણ અલગ થઈ જાય પછી લિક્વિડ ન આવે તે રીતે માખણને એક અલગ વાસણમાં કાઢો. અલગ કાઢેલા માખણને ઠંડા પાણીથી બે વખત સાફ કરો. 

હવે સાફ કરેલા માખણને ચોરસ ટ્રે અથવા તો એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને તેની ઉપર બટર પેપર સેટ કરો. હવે ડબ્બાને પેક કરી અને ફ્રીજમાં ઠંડુ થવા માટે રાખી દો. અડધી કલાકમાં જ તમે જોશો કે બજાર જેવું જ માખણ તૈયાર થઈ ગયું છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news