How to Apply Perfume: ગરમીની શરૂઆત થવાની સાથે જ લાઈફ સ્ટાઈલમાં ફેરફાર પણ થવા લાગે છે. ઉનાળાની ઋતુમાં લોકોને પરસેવો વધારે થાય છે તેના કારણે આ સીઝન દરમિયાન લોકો પરફ્યુમ નો ઉપયોગ પણ વધારે કરે છે. કેટલાક લોકોને પરસેવામાંથી દુર્ગંધ પણ આવતી હોય છે તેનાથી બચવા માટે અને આખો દિવસ ફ્રેશ ફિલ કરવા માટે ઘરેથી નીકળતા પહેલા લોકો પરફ્યુમ લગાડે છે. પરંતુ મોટાભાગના લોકોને પર્ફ્યુમ કેવી રીતે લગાડવું તેનો ખ્યાલ નથી હોતો. પરિણામે પરફ્યુમ લગાડવામાં થોડા કલાક પછી જ તેની સુગંધ ઉડી જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઉનાળામાં આ 3 ઘરગથ્થુ વસ્તુઓથી કરો સ્કીન કેર, ગરમીમાં પણ બેદાગ અને સુંદર દેખાશે ચહેરો


જો પર્ફ્યુમને બરાબર રીતે લગાડવામાં આવે તો આખો દિવસ તેની સ્મેલ તમને મહેકતા રાખી શકે છે. જો તમને પણ ખ્યાલ ન હોય કે પરફ્યુમ કેવી રીતે લગાડવું જોઈએ તો આજે તમને જણાવી દઈએ પરફ્યુમ લગાડવાની યોગ્ય રીત. 


આ જગ્યા પર લગાડો પરફ્યુમ


આ પણ વાંચો: Tips For Long Hair: વાળને ઝડપથી કમર સુધી લાંબા કરશે મીઠો લીમડો, 3 રીતે કરો ઉપયોગ


આખો પરફ્યુમની સુગંધ ટકી રહે અને પરસેવાની વાસ ન આવે તે માટે સૌથી પહેલા એ વાત પર ધ્યાન આપો કે તમને શરીરમાં પરસેવો સૌથી વધુ ક્યાં થાય છે ? તમને જ્યાં પરસેવો વધારે થતો હોય શરીરના એ ભાગ પર પરફ્યુમ લગાડવું જોઈએ. 


શરીરની આ જગ્યાએ લગાડો પરફ્યુમ


નિષ્ણાતો અનુસાર શરીરના પલ્સ પોઇન્ટ પર પરફ્યુમ લગાડવાથી તેની સુગંધ આખો દિવસ ટકે છે. જેમકે કાંડા પર, ગરદન પર, કોણી પર, કપડાં પર અને કાનની પાછળ પરફ્યુમ લગાડી શકાય છે.


આ પણ વાંચો: Flax Seed : રેશમ જેવા મુલાયમ અને લાંબા વાળ જોઈતા હોય તો આ રીતે વાળમાં લગાડો અળસી


પરફ્યુમ લગાડતી વખતે આ વાતનું રાખો ધ્યાન


જે લોકોની સ્કીન ડ્રાય હોય તેમણે સ્કીન પર ડાયરેક્ટ લગાડવાનું ટાળવું જોઈએ. પરફ્યુમ લગાડવાથી ત્વચા વધારે ડ્રાય થઈ જાય છે અને ખંજવાળ પણ આવે છે. આ કારણથી ડ્રાય સ્કીન પર પર્ફ્યુમ ડાયરેક્ટ લગાડવું નહીં. આ સિવાય આલ્કોહોલ યુક્ત પર્ફ્યુમ લગાડવાનું પણ ટાળવું. 


આ પણ વાંચો: એપ્રિલ મહિનાની રજાઓમાં ફરવા માટે બેસ્ટ છે આ હિલ સ્ટેશન, મનાલી, ડેલહાઉસી ભુલાઈ જાશે


ઘણા લોકોને આદત હોય છે કે કાંડા પર પર્ફ્યુમ લગાડીને કાંડા ઘસે છે. પરંતુ આમ કરવાથી સુગંધના પાર્ટીકલ તૂટી જાય છે અને સુગંધ ઉડી જાય છે. તેથી પર્ફ્યુમને શરીર પર લગાડ્યા પછી કુદરતી રીતે જ તેને સ્કીનમાં એબ્સોર્બ થવા દો.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)