Flax Seed For Hair: રેશમ જેવા મુલાયમ અને લાંબા વાળ જોઈતા હોય તો આ રીતે વાળમાં લગાડો અળસી

Flax Seed For Hair: જો તમારા વાળ ડ્રાય હોય અને વારંવાર ગૂંચવાઈ જતા હોય તો અળસીનો ઉપયોગ શરૂ કરો. અળસીનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ રેશમ જેવા મુલાયમ અને કાળા થાય છે સાથે જ ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જાય છે. 

Flax Seed For Hair: રેશમ જેવા મુલાયમ અને લાંબા વાળ જોઈતા હોય તો આ રીતે વાળમાં લગાડો અળસી

Flax Seed For Hair: અળસીનો ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અળસી શરીરની ઘણી બધી સમસ્યાને દૂર કરે છે. અળસીના બીજનો ખાસ રીતે ઉપયોગ કરો તો વાળની સુંદરતા પણ વધી શકે છે. જો તમારા વાળ ડ્રાય હોય અને વારંવાર ગૂંચવાઈ જતા હોય તો અળસીનો ઉપયોગ શરૂ કરો. અળસીનો ઉપયોગ વાળમાં કરવાથી વાળ રેશમ જેવા મુલાયમ અને કાળા થાય છે સાથે જ ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જાય છે. 

વાળને સુંદર બનાવવા માટે અને વાળની સમસ્યા દૂર કરવા માટે શક્ય હોય ત્યાં સુધી નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. કારણકે ઘણી વખત કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાળને નુકસાન કરે છે. આ ચિંતાને ટાળવા માટે અને વાળની કુદરતી સુંદરતા વધારવા માટે તમે અળસીનો ઉપયોગ કરી શકો છો. વાળની સુંદરતા વધારવા માટે અળસીનો ઉપયોગ કેવી રીતે કરવો તે વાતનો તમને ખ્યાલ ન હોય તો ચાલો તમને ત્રણ રીત જણાવીએ. વાળમાં અળસી તમે ત્રણ અલગ અલગ રીતે લગાડી શકો છો. 

વાળમાં અળસી લગાડવાની રીતો

દહીં અને અળસી

જો તમારા વાળ ડ્રાય થઈ ગયા હોય તો તેને શાઈની બનાવવા માટે અળસી અને દહીંનું હેર માસ્ક લગાડવું જોઈએ. આ હેર માસ્ક બનાવવા માટે અળસીનો પાવડર કરી લેવો. હવે સૌથી પહેલા વાળની લેન્થ અનુસાર દહીં લેવું અને તેમાં એક ચમચી અળસીનો પાવડર ઉમેરી દેવો. દહીં અને અળસીને 10 થી 15 મિનિટ પલળવા દો અને પછી વાળમાં લગાડો. આ માસ્ક ને 30 મિનિટ માટે વાળમાં રહેવા દો. ત્યાર પછી વાળને નોર્મલ પાણીથી સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ હેર માસ્કનો ઉપયોગ કરશો તો વાળનો ગ્રોથ પણ વધશે અને વાળમાં ચમક પણ આવશે.

અળસીનું જેલ

જો તમારા વાળ ફ્રીઝી હોય અને તમારે સ્ટ્રેટ વાળ કરવા હોય તો તમે ઘરે અળસીનું જેલ બનાવી શકો છો. તેના માટે એક ચમચી અળસીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે પલાળેલી અળસીને પાણી સાથે બરાબર ઉકાળો. જ્યારે તેમાંથી જેલ જેવું પેસ્ટ બની જાય તો ગેસ બંધ કરી તેને ઠંડુ કરી લો. હવે આ પેસ્ટને સ્કેલ્પમાં અને વાળમાં સારી રીતે લગાડો. 30 થી 40 મિનિટ પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ જેલનો ઉપયોગ કરશો તો તમારા વાળ કુદરતી રીતે જ સ્ટ્રેટ થવા લાગશે. 

અળસી અને નાળિયેરનું તેલ

અળસી અને નાળિયેરનું તેલ પણ હેર ગ્રોથ માટે બેસ્ટ ઓપ્શન છે. તેના માટે એક ચમચી અળસીના બીને નાળિયેર તેલમાં પલાળી બે દિવસ સુધી રાખો. ત્યાર પછી આ તેલને વાળમાં લગાડો. આ તેલને આખી રાત વાળમાં રહેવા દેવું. બીજા દિવસે હેર વોશ કરી લેવા.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news