Kitchen Hacks: કોઇપણ ઘરમાં કિચનનું ખૂબ જ મહત્વ હોય છે. સવારે ચા-નાસ્તાથી માંડીને રાત્રે ડિનર સુધીની વ્યવસ્થા કિચનમાં થાય છે. એવામાં કિચનને સ્વચ્છ રાખવું એકદમ જરૂરી હોય છે. રાંધતી વખતે થોડી ગંદકી સામાન્ય બાબત છે. પરંતુ જો યોગ્ય રીતે રસોડાની દેખરેખ રાખવામાં ન આવે અને સફાઇ રાખવામાં ન આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થવા લાગે છે. કિચનમાં સૌથી જરૂરી વસ્તુ છે ગેસની સગડી (Gas Stove). ઘણીવાર ભોજન બનાવતી વખતે ઘણીવાર વસ્તુ ઢળી જાય છે. તેનાથી આ ગંદી અને કાળી થઇ જાય છે. ગેસની સગડીની સફાઇ કરવી એક મોટો ટાસ્ક હોય છે. પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું. જેનાથી તમારી ગેસની સગડી નવાની માફક ચમકી ઉઠશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીઠું અને બેકિંગ સોડા
ગેસની સગડી બર્નર (Burner) પર પણ દૂધ વગેરેના છાંટાથી તેના કાણા બંધ થઇ જાય છે. જેથી તેનો તાપ ઓછો થઇ જાય છે. પરંતુ સાફ કરવા માટે તમારે બેકિંગ સોડા અને મીઠાના મિશ્રણનો ઉપયોગ કરવાનો છે. તેના માટે એક ચમચી પાણી, એક ચમચી બેકિંગ સોડા અને એક ચમચી મીઠાની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને કોઇ કપડા અથવા સ્પંજની મદદ વડે બર્નર પર ઘસો. થોડીવારમાં બર્નર પર લાગેલી ગંદી સાફ થઇ જશે. 

Janmashtami 2022: દેશભરમાં જન્માષ્ટમીનો હર્ષોલ્લાસ, જાણો કન્ફોર્મ તારીખ, પૂજા, મુર્હૂત અને વિધિ


સફેદ વિનેગર
ગેસની સગડીને સાફ કરવા માટે સફેદ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે એક સ્પ્રે બોટલમાં એક તૃતિયાંશ સફેદ વિનેગર અને બે તૃતિયાંશ પાણી ભરો. હવે જ્યારે પણ કિચનમાં ભોજન બનાવો ત્યાર બાદ બર્નર પર સ્પ્રે કરી દો. થોડીવાર પછી કોઇ કપડાંની મદદથી સાફ કરી દો. 


ડિશવોશર સોપ અને બેકિંગ સોડા
જો તમારી સગડી કાળી પડી ગઇ છે, તો તેને સાફ કરવા માટે વાસણ ધોવાનો સાબુ અથવા લિક્વિડ સોપ (Liquid Soap) અને બેકિંગ સોડાનો ઉપયોગ કરો. તેનાથી સગડીની ચમક પાછી આવી જશે. તેના માટે એક બાઉલમાં ડિશવોશર સોપ અને બેકિંગ સોડાને સમાન માત્રામાં લો. તેને કોઇ કપડાં અથવા સ્પંજમાં ડૂબોડી ગેસની સગડીને સાફ કરો. 

પિતા-પુત્ર અમાનવીય હરકત જાણીને તમને પણ માણસ હોવાનો રંજ થશે, જાણો શું છે ઘટના


ઉકાળેલું પાણી
તમે જોયું હશે કે ઘરમાં સાફ સફાઇ માટે ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. ગરમ પાણી વડે ચિકણાસ અને ડાઘા ગાયબ થઇ જાય છે. તમે ગેસની સગડીને સાફ કરવા માટે પણ ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. જે લોકો કોઇ કેમિકલનો ઉપયોગ કરતા અંથી તે આ ટ્રિક અપનાવી શકે છે. 


અમોનિયા
ગેસની સગડીને સાફ કરવા માટે તમે અમોનિયાનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે સગડીમાં લાગેલા બર્નરને હટાવી દો અને કોઇપણ જિપવાળી બેગમાં મુકી દો. આ બેગમાં અમોનિયા નાખો. ગેસના બર્નરને આખી રાત તેમાં મુકી દો. બીજા દિવસે તમારા ગેસના બર્નર ચમકવા લાગશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube