રસોડું જોઈને શરમ આવે છે તો આ કરો ઉપાય, કાળુ મેંશ ગેસ બર્નર ચાંદીની જેમ ચમકશે
Gas Burner Cleaning Tips: ગેસનો ચૂલો આપણા જીવનનો ખુબ મહત્વનો ભાગ છે. તેના સિવાય જમવાનું બનાવવું મુશ્કેલ છે. દરેકના રસોઈ ઘરમાં ગેસનો ચૂલો હોય છે. જેના પર દરેક પ્રકારના ભોજન બનાવવામાં આવે છે. પરંતુ દૂધ અને તેલના કારણે ગેસ બર્નરના છીદ્રો બંધ થઈ જાય છે. જેનાથી લો સંપૂર્ણ રીતે નથી નીકળી શકતી. જેના કારણે જમવાનું બનાવવામાં સમય લાગે છે અને ગેસ પણ વેસ્ટ જાય છે.
How to Clean Gas Burner: તમને ઘણીવાર કોઈ ઘરે આવે તો રસોડામાં ના આવી જાય એનું ટેન્શન હોય છે. કારણ કે રસોડામાં ગમે ત્યાં વસ્તુઓ હોય છે. હવે તો ઓપન રસોડાનો જમાનો છે ત્યારે કાળા મેંશ ગેસ બર્નરથી તમને કોઈ સંભળાવે એ પહેલાં તમે સચેત બની જશો નહીં તો આબરૂના ધજાગરા થશે. ગેસ બર્નર પર થોડા જ દિવસોમાં કાળાશ આવી જાય છે અને તેને સાફ કરવા માટે તમારે બજારમાંથી મોંઘા ક્લિનિંગ પ્રોડક્ટ્સ ખરીદવા પડે છે, પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એક એવા હેક વિશે જણાવી રહ્યા છીએ, જેના દ્વારા આ બર્નર સાફ થઈ શકે છે. ફક્ત લીંબુથી સાફ કરો.
આ ટ્રિક્સથી કરો ગેસ બર્નરની સફાઈઃ
જ્યારે ગેસ બર્નર જામ થઈ જાય ત્યારે તેની સફાઈ કરવી અઘરી થઈ જાય છે. પણ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે, તમે અમુક ઘરેલું નુસ્ખાથી બર્નરની સફાઈ કરી શકો છો. જેનાથી તમે ફૂલ ફ્લેમમાં જમવાનું બનાવી શકો છો.
1. સફેદ વિનેગરઃ
ગંદા બર્નરને સફેદ વિનેગરથી સરળતાથી સાફ કરી શકાય છે. જેના માટે લગભગ એક કપ વિનેગર લો, તેને એક કટોરામાં નાખો અને તેમાં એક મોટી ચમચી બેકિંગ સોડા મેળવો. ગેસ બર્નરને આખી રાત પલાળીને છોડી દો. તેનાથી ગ્રીસ અને ગંદકી ઓછી થઈ જાય છે જેનાથી સવારે ટૂથબ્રશથી સાફ કરવામાં સરળતા રહે છે.
2. બેકિંગ પાઉડરઃ
ગેસ બર્નરને નવા જેવો ચમકદાર બનાવવા માટે તમે બેકિંગ પાઉડરનો ઉપયોગ કરી શકો છો. જેનાથી બર્નરની સફાઈ ખુબ જ સરળ થઈ જાય છે. તેના માટે એક નાના વાસણમાં ગરમ પાણી લો. તેમાં એક લીંબુ નીચવી દો, પછી તેમાં એક-બે ચમચી બેકિંગ પાઉડર અને થોડું લિક્વિડ ડિટર્જેંટ મેળવો. હવે આ પાણીમાં ગેસ બર્નરને લગભગ 20 મિનિટ સુધી ડુબાડીને રાખો અને પછી ટૂથબ્રશથી સાફ કરી લો.
3. લીંબુ અને મીઠું
ગેસ બર્નર મોટાભાગે પીતળનું બનેલું હોય છે. જેનાથી લીંબુ અને મીઠાથી પોલિસ કરી શકાય છે. સૌથી પહેલાં લીંબુને અડધું કાપી લો અને પાણીમાં નાખીને ઉકાળી લો. હવે બર્નરને તે પાણીમાં કલાકો સુધી ડુબાડીને રાખો. હવે તે લીંબુની છાલ પર મીઠું લગાવી ગેસ બર્નરને સાફ કરી લો. આ રીત ઘણી કારગત સાબિત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube