જીવનમાં સંબંધોને સાચવી રાખવાની કળા કેવી રીતે કેળવવી? આ ભૂલો કરશો તો પસ્તાશો
હાલ, વર્તમાન સમયમા ઘણા એવા લોકો છે કે, જે આ ત્રણેય સંબંધોને લઈને હંમેશા મૂંઝવણ અનુભવતા રહેતા હોય છે. એ પાછળનુ કારણ એ છે કે, જે વ્યક્તિ સાથે જેવો સંબંધ તે પ્રમાણે સંબંધોમા લાગણી, માન-સન્માન, વિશ્વાસ, સંવાદ અને ઉમળકાનુ પ્રમાણ પણ જુદુ-જુદુ રહેવાનુ છે.
મિત્રો, પ્રેમ પણ એક સંબંધ છે તો વિવાહ પણ એક સંબંધ છે અને જોવા જઈએ તો મિત્રતા પણ એક સંબંધ છે પરંતુ, આ ત્રણેય સંબંધોના માપદંડ જુદા-જુદા હોય છે અને આ માપદંડ સમાજ નક્કી કરે છે. હાલ, વર્તમાન સમયમા ઘણા એવા લોકો છે કે, જે આ ત્રણેય સંબંધોને લઈને હંમેશા મૂંઝવણ અનુભવતા રહેતા હોય છે. એ પાછળનુ કારણ એ છે કે, જે વ્યક્તિ સાથે જેવો સંબંધ તે પ્રમાણે સંબંધોમા લાગણી, માન-સન્માન, વિશ્વાસ, સંવાદ અને ઉમળકાનુ પ્રમાણ પણ જુદુ-જુદુ રહેવાનુ છે. એક જેવી જ લાગણીઓ દરેક સંબંધમા કામ ના આવે.
આ સંબંધો સાચવવા માટે દરેક વ્યક્તિમાં કળા હોવું અત્યંત આવશ્યક છે. આ સંબંધો સાચવવાની કળાને તમે કોઈ નિયમો વડે કે ચિત્ર વડે સમજાવી ના શકો. તમે ફક્ત એનો અનુભવ કરી શકો અથવા તો એની અનુભૂતિ કરી શકો. આ અનુભૂતિના કારણે જ તમને તમામ સંબંધો રહસ્યમય લાગે છે. મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઘૂમી રહ્યો હોય છે કે, જો કોઈ વસ્તુને હું આ રીતે સમજી શકું છું તો એ કેમ સમજી ના શકે?
ગુજરાતમાં 1500 FIR: ઉત્તરાયણ જેલમાં ના જાય માટે કરતા ના આ ભૂલો, સરકાર બગડી છે...
બસ આ પ્રશ્ન જ આપણા સંબંધોને ગૂંચવે છે. એક વાત હંમેશા મનમા ગાંઠ વાળીને રાખવી કે, દરેક સંબંધમાં જોડાયેલા જુદા-જુદા લોકોના ઘડતર જુદી-જુદી રીતે થયેલા હોય છે. એક સંબંધમાં જોડાયેલા જુદા-જુદા માનસ ધરાવતા લોકો એકબીજા સાથે કશુક કાર્ય પાર પાડવા માટે એકસાથે ભેગા થયા હોય છે. આ બંનેમા સામ્યતા હોય જ તેવુ જરૂરી નથી અને સામ્યતા ના જ હોય તેમ પણ કહી ના શકાય. તો ચાલો આજે આપણે સંબંધો સાચવવા માટે ધ્યાનમાં રાખવા જેવી અમુક બાબતો વિશે માહિતી મેળવીશું.
દરેક સંબંધમાં સામેવાળી વ્યક્તિ દૃષ્ટિ બિંદુને સમજવાની આવડત કેળવવી જોઈએ. તે જે કહે છે અથવા તો જે ઇચ્છે છે, તેની પાછળના વાસ્તવિક કારણો અને હેતું શું છે, તે ઓળખવાની સૂઝબૂઝ સંબંધોને વધુ પડતા ગાઢ બનાવે છે. દરેક સંબંધમાં સામેવાળી લાગણીને સમજીને તેને વિશેષ મહત્વ આપવું જોઈએ કારણ કે, ઘણીવાર સામેવાળી વ્યક્તિ માટે સંબંધમાં શેરિંગ ખૂબ જ મહત્ત્વનું હોય. જો તમને સામેવાળા વ્યક્તિની કોઈ બાબતથી સમસ્યા હોય તો સ્પષ્ટપણે તેને જણાવી દો જેમ કે, તમને એમની મોટેથી બોલવાની કે વારંવાર જોરથી હસવાની આદત નથી ગમતી તો નિખાલસતાથી જણાવી દો અને તેમની આ આદત દૂર કરવામાં તેમની મદદ કરો જેથી તમારા સંબંધો ગાઢ બનશે.
ગુજરાતના 2 પરિવારમાં માતમ છવાયો, ચાઈનીઝ દોરીએ એક બાળકી અને યુવકનો ભોગ લીધો
ઘણીવાર સંબંધોમાં વ્યક્તિ તમારી પાસેથી સહકારની આશા હોય છે. જ્યારે સાચા સંબંધો હોય છે ત્યા માંગ્યા પહેલાં જ સહકાર મળી જાય છે. સામેવાળી વ્યક્તિને ક્યા સમયે કઈ જરૂરીયાત છે તે સમજણ જ સંબંધોની ભીનાશ અકબંધ રાખે છે. જ્યારે પાર્ટનર કે સંબંધિત વ્યક્તિનો ખરાબ સમય હોય ત્યારે તમારી તેને તમારી સહાનુભૂતિ નહીં પરંતુ, સંવેદના જોઇએ છે. જો એ વ્યક્તિ માટે તમારો ખભો આંસુ સારવાનું સલામત સ્થળ છે તો તમારો સંબંધ શુદ્ધ સોના જેવો સમજવો.
જ્યારે પણ કોઈ વ્યક્તિ તેના વિશે તમારો સ્પષ્ટ અભિપ્રાય માંગે ત્યારે ગોળ-ગોળ, મીઠી-મીઠી વાતો કરવાનો બદલે સ્પષ્ટ અભિપ્રાય આપવાની હિંમત રાખવી. સંબંધોમાં વિશ્વાસ અત્યંત આવશ્યક છે. સાચા સંબંધોમા ગમે તેવી અંગત વાત કહેવામા પણ ભય ના લાગવો જોઇએ.જો કોઈ વ્યક્તિમા આત્મવિશ્વાસનો અભાવ હોય તો તેમનો ઉત્સાહ વધારી આત્મવિશ્વાસ કેળવવામા સહાયરૂપ બનો.
છોકરીઓને ભણવા માટે આ યોજના હેઠળ મળે છે 5000 રૂપિયા સહાય, આ રીતે ઉઠાવો લાભ
દરેક સંબંધ એવા હોય છે કે, જ્યારે તેમા બધુ જ સીધી લીટીમા ચાલતું નથી. ક્યારેક એક પક્ષે તો જતું કરવું જ પડે છે અને આંખ આડા કાન પણ કરવા પડે છે. સાચા સંબંધોમાં કોઈપણ વાત કે વસ્તુને લઈને અડજસ્ટ કરવું પડે તો અફ્સોસ ના થવો જોઇએ અને સાચા સંબંધોમાં ક્યારેય પણ મહેણાં-ટોણાં મારવાની કે ઉપકાર જતાવવાની વૃત્તિ ના હોવી જોઇએ.
સંબંધો ટકાવી રાખવા માટે સારા લિસનર બનવું અત્યંત આવશ્યક છે. સામેવાળી વ્યક્તિની પૂરી વાત સાંભળ્યા વિના તેની સાથે દલીલોમાં ઊતરવું યોગ્ય નથી. તમારી હકારાત્મ્કતા તમારા સંબંધોને વધુ પડતા મજબુત અને ગાઢ બનાવે છે.