ગુજરાતમાં 1500 FIR: ઉત્તરાયણ જેલમાં ના જાય માટે કરતા ના આ ભૂલો, સરકાર બગડી છે...

ગુજરાતમાં અકસ્માતને રોકવા માટે દાદ માગતી એક પીઆઈએલમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ જણાવ્યું હતુ કે, ગુજરત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના પતંગની આવી દોરીઓ પર પ્રતિબંધ ફરમાવતા અને તેની કડકાઈથી અમલવારી કરાવવાના હુકમો માત્ર કાગળ પર રહી ગયા છે.

ગુજરાતમાં 1500 FIR: ઉત્તરાયણ જેલમાં ના જાય માટે કરતા ના આ ભૂલો, સરકાર બગડી છે...

અમદાવાદ: ગુજરાતભરમાં ચાઈનીઝ દોરી, ગ્લાસકોટેડ નાયલોન દોરી તેમજ ચાઈનીઝ ટુક્કલના પ્રતિબંધની કડકાઈથી અમલ કરાવવા દાદ માંગી જાહેરહિતની રિટ અરજીમાં રાજ્યના ગૃહવિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે. જેમાં હાઈકોર્ટે ચાઈનીઝ દોરી અને નાયલોન દોરી સહિતની પ્રતિબંધિત દોરીનું વેચાણ કે ઉપયોગ ના થાય તેનું ધ્યાન રાખવા સરકાર અને પોલીસ સત્તાવાળાઓને નિર્દેશ કર્યો હતો અને આ મામલે કડક કાર્યવાહી કરવા માટે આદેશ કર્યો હતો. જેને પગલે 1 જાન્યુઆરીથી અત્યારસુધી 1500 લોકો પર ફરિયાદ થઈ છે. તમે પણ જો નાયલોન કે ચાઈનીઝ દોરીથી ઉત્તરાયણ કરતા હો તો સાચવજો નહીં તો પોલીસ કાર્યવાહી થશે અને તહેવાર જેલમાં જશે. 

રાજ્યમાં ચાઈનીઝ દોરીને કારણે નિર્દોષ લોકો ગંભીર ઇજાનો ભોગ બની રહ્યાં છે. ગુજરાતમાં અકસ્માતને રોકવા માટે દાદ માગતી એક પીઆઈએલમાં એડવોકેટ નિમિષ કાપડિયાએ જણાવ્યું હતુ કે, ગુજરત હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના પતંગની આવી દોરીઓ પર પ્રતિબંધ ફરમાવતા અને તેની કડકાઈથી અમલવારી કરાવવાના હુકમો માત્ર કાગળ પર રહી ગયા છે. પોલીસ કોર્પોરેશન કે સંબંધિત સત્તાવાળા દ્વારા આ નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી.  જેથી હાઈકોર્ટે સરકારનો જવાબ માગતાં સરકારે આ મામલે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. જેના જવાબમાં સરકારે મોટા ખુલાસા કર્યા છે. 

ઘાતક દોરી મુદ્દે રાજયભરમાં ૧૫૦૦થી વધુ FIR થઇ છે. રાજ્યના ગૃહસચિવ તરફથી ૯૧ પાનાનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું, જે મુજબ રાજ્યભરમાં તા. ૧લી જાન્યુઆરીથી લઇ અત્યારસુધી ૧૫૦૦થી વધુ એફઆઈઆર નોંધવામાં આવી છે.  ૧૦૦ નંબર અને 112 નંબર ડેડીકેટેડ હેલ્પલાઇન નંબર તરીકે જાહેર કરાયા છે. શાળા-કોલોજમાં ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ પરના પ્રતિબંધને લઈને વિદ્યાથીઓ તેનો ઉપયોગ નહી કરે તેવા શપથ લેવડાવવાનો પ્રયાસ કરાયો છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનીક તેમ જ સોશિયલ મીડિયામાં પણ જાહેરાત અને સંદેશાઓ મારફતે જાગૃતિ અભિયાન ચલાવાયા છે. 

ગીચ વિસ્તારોમાં પ૩ જેટલી ઓટોરિક્ષાઓ લાઉડ સ્પીકર સાથે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ પરના પ્રતિબંધોની જાહેરાત કરાઈ છે. રાજયના ડીજીપી, આઇજી પી દ્વારા તા. ૯-૧-૨૦૨૨ના રોજ તારી નિર્દેશો મુજબ, ઘાતક દોરીના વેચાણ, સંગ્રહ કે ઉપયોગ માથે એફઆઇઆર સહિતની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. 

સરકાર અને પોલીસના જાગૃતિ અભિયાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને બિનસરકારી સંગઠનોને પણ સામેલ કરાયા છે. સુરતમાં સરકારનો નવતર પ્રયોગ સામે આવ્યો છે, જેમાં લોકોને ગળામાં બાંધવા માટેના પટ્ટા વિતરણ કરાયા છે અને દોરીથી નાક ના પાય તેની સુરક્ષા માટે નેક બેન્ડ વિતરણ કરાયા છે. આ પ્રકારના સુરક્ષાત્મક અને જાગૃતિ અભિયાન સંબંધી પગલાં સતત જારી રાખવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news