તમારા ઘરની નીચે પૂર્વજોએ સોનું દાટ્યું છે કે નહિ એ આ રીતે કરો ચેક, એક મિનિટમાં ખબર પડી જશે
How Gold Found in India : ઘરમાં સોનાનો ખજાનો દટાયેલો છે કે નહિ તે જાણવા કો ભુવા કે ધુતારાને બોલાવવાની જરૂર નથી... આ રીતથી તમે સોનું શોધી શકો છો
Gold Mining Process : તાજેતરમાં જ નવસારીના એક જૂના મકાનમાંથી મળી આવેલા સોનાના સિક્કાની ચર્ચા આખા દેશમાં થઈ હતી. મકાન તોડતા સમયે મજૂરોને આ સોનાના સિક્કા મળ્યા હતા. જેઓ મધ્યપ્રદેશ લઈ ગયા હતા. આવુ તમે અનેકવાર સાંભળ્યું હશે કે જૂના મકાનમાંથી કે જમીનમાંથી દાટેલો ખજાનો મળ્યો છે. પહેલાના સમયમાં લોકો પોતાનું સોનું છુપાવવા તેને જમીનમાં કે ઘરની નીચે દાટી દેતા હતા. શું તમારું ઘર પણ જૂનુ છે, પરંતુ તમને ખબર નથી કે ખરેખર તમારા પૂર્વજોએ આવો કોઈ ખજાનો છુપાવ્યો છે કે નહિ. આ જાણવાની પણ એક રીત છે. તમે પણ તમારા ઘરની અંદર છુપાયેલા ખજાનાને શોધી શકો છો.
આપણા દેશમાં સોનું ખરીદવાની એક પરંપરા છે, અને તે કિંમતી ધાતુઓમાંથી એક છે. ભારતના અલગ અલગ રાજ્યોમાં સોનાની ખાણ આવેલી છે, જ્યાંથી સોનું કાઢવામાં આવે છે. પંરતુ તે સોનું કઈ જમીનમાં ક્યાં છુપાયેલું છે તે જાણવુ જરૂરી છે. પરંતુ આ કેવી રીતે જાણી શકાય. જમીનની નીચે સોનું છે કે નહિ તે જાણવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે.
આગાહીના એક દિવસ પહેલા જ આવી ગયો વરસાદ, આ જિલ્લામાં વરસ્યો વરસાદ
આ ટેકનોલોજીનું નામ છે ગ્રાઉન્ડ પેનીટ્રેટિંગ રડાર (GPR). જેના દ્વારા માટીની તપાસ કરવામા આવે છે. GPR ની મદદથી જમીનની નીચે ડ્રિલંગ કરીને પરત પર માટીની તપાસ કરવામાં આવે છે. તેનાથી માલૂમ પડે છે કે, માટીની નીચે કઈ ધાતુ દબાયેલી છે. તેના બાદ તેને શોધવાનું કામ કરાય છે.
સોનું શોધવાનું કામ કોણ કરે છે
જમીનની નીચે સોનું કે કોઈ પણ ધાતુ શોધવાનો સરવે ASI (આર્કિયોલોજી સરવે ઓફ ઈન્ડિયા), અને GSI (જિયોલોજીકલ સરવે ઓફ ઈન્ડિયા) ની ટીમ કરે છે. ASI, ભારતના સંસ્કૃતિ મંત્રાલય સાથે જોડાયેલ એક ભારતીય સરકારી એજન્સી છે. બીજી તરફ જીએસઆઈ ભારતની એક વૈજ્ઞાનિક એજન્સી છે. જીએસઆઈ ભારતના ખાણ મંત્રાલય અંતર્ગત સરકારનું એક સંગઠન છે.
ગુજરાતના 31 જિલ્લામાં ફરે છે દીપડા : દીપડાઓને રોકવા સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન