આગાહીના એક દિવસ પહેલા જ આવી ગયો વરસાદ, આ જિલ્લામાં વરસ્યો વરસાદ

Gujarat Weather Update : હવામાન વિભાગની આગાહી વચ્ચે નર્મદામાં વરસ્યો કમોસમી વરસાદ... કેવડિયા અને આસપાસના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ થતાં જગતનો તાત ચિંતામાં મુકાયો... 
 

આગાહીના એક દિવસ પહેલા જ આવી ગયો વરસાદ, આ જિલ્લામાં વરસ્યો વરસાદ

Gujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદનું આગમન થઈ ગયું છે. ગુજરાતના નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. નર્મદા જિલ્લાના કેવડિયા વિસ્તારમાં કમોસમી માવઠું વરસ્યું છે. કેવડિયા આજુબાજુના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે. માગસર મહિનામાં આવેલું આ પહેલું વરસાદી ઝાપટું છે. માવઠા સાથે નર્મદાના વાતાવરણમાં અચાનક મોટો બદલાવ આવ્યો છે. હાલ વાતાવરણમાં ઠંડી છે. જોકે, વરસાદના કારણે આગામી સમયમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. 

ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
આવતી કાલે અને પરમ દિવસે ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે વાત કરીએ તો  આવતી કાલને 8 જાન્યુઆરીએ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર વરસાદ પડવાની આગાહી કરી છે. તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, ઉપરાંત મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 9 જાન્યુઆરીએ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ગીરસોમનાથ, નવસારી, વલસાડ, અને દાદરા અને નગર-હવેલીમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ટ્રફ સર્જાયું છે.. જેના કારણે રાજ્યમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે.

8 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર અને બોટાદ તેમજ ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે હાલ અમદાવાદ, ગાંધીનગર તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.   

9 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદન આગાહી 
9 જાન્યુઆરીએ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં હવામાન વિભાગ દ્વારા છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. 

10 જાન્યુઆરીએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

10 જાન્યુઆરીનાં રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news