Constipation: શું તમે સવારે કબજિયાતથી પરેશાન છો? જાણો પેટ સાફ કરવાની સરળ રીતો
Digestion Problem: જ્યારે પણ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે બાથરૂમમાં જઈને પેટ સાફ કરવાની કોશિશ કરીએ છીએ, પરંતુ જો આપણે કબજિયાતની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ તો આપણે ઘરગથ્થુ ઉપાયો અજમાવવા જોઈએ.
Home Remedies For Constipation: ઘણા લોકોને કબજીયાતની સમસ્યા હોય છે અને સવારે ઉઠ્યા બાદ પેટ સાફ થતું નથી. જ્યારે પેટમાં ગડબડ થાય છે તો રૂટીન લાઇફની નોર્મલ એક્ટિવિટી કરવી મુશ્કેલ થઈ જાય છે. જો તમે પણ આ મુશ્કેલીથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવો પડશે, સાથે ખાવા-પીવાની આદતો પણ બદલવી પડશે. આવો જાણીએ કબજીયાતથી છુટકારો મેળવવા માટે આપણે કયાં-કયાં ઉપાય કરવા જોઈએ.
કબજીયાતને દૂર કરવા માટે આ વસ્તુનું કરો સેવન
1. ફાઇબર યુક્ત ડાઇટ (Fiber Based Food)
ફાઇબર બેસ્ડ ફૂડ્સને પેટ માટે સારી વસ્તુ માનવામાં આવે છે, કારણ કે તેની મદદથી પાચનતંત્ર સુધરે છે. જો તમે આ ન્યૂટ્રિએન્ટને 30થી 35 ગ્રામ સુધી સેવન કરશો તો કબજીયાત જેવી સમસ્યા આવશે નહીં.
2. દહીં
દહીંની તાસીર ઠંડી હોય છે અને તે આપણા પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે. કબજીયાતની સમસ્યા ત્યારે દૂર થશે જ્યારે પેટમાં સારા બેક્ટીરિયા આવશે. આ મિલ્ક પ્રોડક્ટમાં પ્રોબાયોટિક હોય છે જે પાચનમાં મદદ કરે છે. જે લોકોનું પાચન તંત્ર ઠીક નથી તેણે દહીં જરૂર ખાવુ જોઈએ.
આ પણ વાંચોઃ કયા સમયે દૂધ પીવું જોઈએ, રાત્રે કે સવારે? ખબર ન હોય તો એકવાર વાંચી લો..નહીતર પસ્તાશો
3. ત્રિફલા (Triphala)
ત્રિફલાને આયુર્વેદનો ખજાનો માનવામાં આવે છે, તેને તૈયાર કરવામાં આંબળા, બાહેડા અને હરડેનો ઉપયોગ થાય છે. રાત્રે સૂતા પહેલા ગરમ પાણીમાં ત્રિફળાની ગોળી મિક્સ કરી પીવો તો સવારે પેટ સાફ કરવામાં સમસ્યા થશે નહીં.
4. લીંબુ પાણી (Lemon Water)
લીંબુ પાણી પીવાથી આપણે રાહત થાય છે, કારણ કે ન માત્ર શરીરને ઠંડક પહોંચાડે છે પરંતુ બોડીમાંથી ટોક્સિસ પણ બહાર કાઢે છે. જો તમને પેટની સમસ્યા છે તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધ નાખીને પીવો.
Disclaimer: સામાન્ય માહિતી અને ઘરેલુ નુસ્ખાના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube