તડકામાં કાળી પડી ગયેલી સ્કીનને દૂધ જેવી ગોરી કરી દેશે આ ઘરેલુ ઉપાય, ઉનાળો અપનાવો ખાસ
how to make skin fair: ટેનિંગને કારણે તમારી ત્વચા કાળી થઈ જાય છે અને તેની ચમક ગુમાવો છો. પરંતુ આ ઘરેલુ ઉપાય અપનાવ્યા બાદ ચહેરાને સાફ કરી શકાય છે.
Tanning on face: તડકામાં વધારે સમય રહેવાથી ત્વચાને નુકસાન થયા છે અને સ્કિન કાળી થવા લાગે છે. આ સૂર્યની હાનિકારક કિરણોને કારણે થાય છે. આ સમસ્યાને ટેનિંગ (Tanning Treatment) કહેવામાં આવે છે. આમ તો બ્યૂટી પાર્લરમાં ટેનિંગની ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પરંતુ એક ઘરેલુ ઉપચાર સૌથી વધારે અસરકારક હોય છે. જે ના માત્ર બ્યૂટી પાર્લરનો ખર્ચો બચાવી ટેનિંગ દૂર કરવામાં મદદ કરશે અને સાથે ત્વચાને હેલ્ધી પણ બનાવે છે. આ માટે તમારે માત્ર નારિયેળના તેલનો ઉપયોગ કરવો પડશે.
નારિયેળના તેલના ગુણ (Coconut Oil Benefits For Skin)
નારિયેળના તેલમાં ઘણી ઔષધીય ગુણ હોય છે. જે ત્વચાને હેલ્ધી બનાવે છે. આ તેલમાં એન્ટી-ઇન્ફ્લોમેટરી, એન્ટીઓક્સીડેન્ટ, ફેટી એસિડ, એન્ટી-માઇક્રોબિયલ, વિટામિન ઈ, વિટામિન કે સહિત ઘણા ગુણ અને પોષક તત્વો રહેલા છે. ત્યારે આ તેલમાં સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષા આપતું વિટામિન ડી પણ રહેલું છે.
Tanning Removal: કેવી રીતે લગાવવાનું છે નારિયેળ તેલ
ટેનિંગ દૂર કરવા માટે તમારે નારિયેળ તેલ ચહેરા અથવા ટેનિંગથી પ્રભાવિત જગ્યા પર લગાવવાનું છે. ફેસ પર તેને લગાવવા માટે રાતે સૌથી પહેલા તમારો ચહેરો ધોવો. ત્યારબાદ ટુવાલની મદદથી ચહેરાને હળવા હાથથી સાફ કરો. હવે તમારા હાથમાં નારિયેળ તેલના થોડા ટીપાં લો અને તેને ચહેરા અથવા ટેનિંગ અસરગ્રસ્ત વિસ્તારમાં ઘસો. સવારે ઉઠીને ચહેરાને સામાન્ય પાણીથી ધોઈ લો. જો તમે નિયમિતપણે આ ઉપાય અપનાવશો તો ટેનિંગ દૂર થઈ જશે.
સ્કિન ઇન્ફેક્શનમાં પણ ફાયદાકારક
જો તમને સ્કિન ઇન્ફેક્શનની સમસ્યા હોય તો પણ તમે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકો છો. કારણ કે તેના એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ સૂક્ષ્મજંતુઓનો નાશ કરવામાં મદદ કરે છે જે ત્વચાના ચેપનું કારણ બને છે. વધુમાં, તે ત્વચાની બળતરા પણ ઘટાડે છે. જો તમને ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ વગેરે હોય તો દરરોજ રાત્રે નાળિયેર તેલ લગાવો.
(અહીં આપેલી માહિતી કોઈપણ તબીબી સલાહનો વિકલ્પ નથી. તે માત્ર શિક્ષિત કરવાના ઉદેશ્યથી આપવામાં આવી રહી છે.)