LDL Cholesterol: બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવાના રામબાણ ઉપાય, ઘર પર કરો આ 5 વસ્તુ અને જુઓ કમાલ
આજકાલની લાઇફસ્ટાઇલ અને અનિયમિત ખાનપાનને કારણે કોલેસ્ટ્રોલ વધવું સામાન્ય થઈ ગયું છે. હાઈ કોલેસ્ટ્રોલ ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. જેમાં હાર્ટની બીમારી મુખ્ય છે.
Healtht Tips: કોલેસ્ટ્રોલ એક એવો શબ્દ છે જે આજકાલ બધાની જીભ પર છે. વધતું કોલેસ્ટ્રોલ હાર્ટની બીમારીનું એક મુખ્ય કારણ છે. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘર પર કેટલીક રીત અપનાવી કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડી શકે છે? તમારે મોંઘી દવાઓ કે કઠિન ડાયટ પ્લાનની જરૂર નથી.
આવો જાણીએ કઈ પાંચ સરળ રીત અપનાવી કોલેસ્ટ્રોલ ઘટાડી શકાય છે.
ફાઈબરથી ભરપૂર ભોજન કરો
ફાઇબરથી ભરપૂર ડાયટ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. ખાસ કરી ઓટ્સ, બીન્સ, ફળ અને લીલા શાકભાજીમાં રહેલું ફાઈબર શરીરમાં LDL (ખરાબ કોલેસ્ટ્રોલ) ના લેવલને ઘટાડવામાં મદદરૂપ હોય છે. તમારા દરરોજના ડાયટમાં ફાઇબર વધારો અનને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં તેની અસરનો અનુભવ કરો.
ગ્રીન ટી પીવો
ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને કેટેચિન્સ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ સવારે કે સાંજે એક કપ ગ્રીન ટીનું સેવન કરી તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકો છો. આ સિવાય તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ પણ વાંચોઃ મહિલાઓમાં ઝડપથી વધે છે કિડની રોગનો ખતરો! 30 વર્ષમાં ત્રણ ઘણા વધ્યા કિડની ડિસીઝના કેસ
ફેટી અને જંક ફૂડથી બચો
જો તમે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા ઈચ્છો છો તો તળેલું ભોજન, જંક ફૂડ અને સેચુરેટેડ ફૂડથી દૂર રહો. તેના સ્થાને હેલ્ધી ફેટ્સ, જેમ કે ઓલિવ ઓઈલ, માછલી અને એવોકાડોનું સેવન કરો. તેનાથી શરીરને યોગ્ય પોષણ મળશે અને કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહેશે.
વ્યાયામને બનાવો દિનચર્યાનો ભાગ
દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. નિયમિત વ્યાયમ, ચાલવું, દોડવું, યોગ કે સાઇકલિંગ, ન માત્ર કોલેસ્ટ્રોલ ઘટાડે છે પરંતુ હાર્ટને મજબૂત બનાવે છે.
તણાવથી દૂર રહો
તણાવ અને કોલેસ્ટ્રોલને ગાઢ સંબંધ છે. જ્યારે પણ આપણે તણાવમાં હોઈએ તો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. મેડિટેશન અને યોગ જેવા તણાવ મુક્તિ તકનીક અપનાવી તમે માનસિક શાંતિ મેળવી શકો છો અને તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રહેશે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.