અમદાવાદ :મહિલાઓ પોતાની સુંદરતા પર વધુ ધ્યાન આપે છે. પરંતું અનેક છોકરીઓ શરીર પર વેક્સીંગ કરવાનું ટાળે છે. કારણ કે તેમને આ દર્દ સહન કરવાનું ગમતુ નથી. પરંતુ જો યુવતીઓ શરીર પરથી વાળ હટાવે તો વધુ સુંદર અને આકર્ષક લાગી શકે છે. સુંદર ત્વચા મેળવવા માટે યુવતીઓ વેક્સીંગ, બ્લીચ અને થ્રેડિંગ કરાવે છે, જેથી તેઓ શોર્ટ કપડા સરળતાથી પહેરે છે. પરંતુ આ તમામ રીત બહુ જ દર્દનાક હોય છે. પરંતુ કેટલીક એવી ઘરેલુ ટ્રીક પણ છે જે સરળ છે અને દુખાવારહિત છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી, અને સરળતાથી દર્દ વગર શરીરના વાળ નીકળી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પાર્લરમાં ગયા વગર શરીર પરના વાળ કાઢવા માંગો છો તો આ 3 રીત અપનાવો. 


ઈંડા અને કોર્નસ્ટાર્ચ માસ્ક


  • સામગ્રી - 1 ઈંડાનો સફેદ ભાગ, 1/2 ચમચી કોર્ન સ્ટાર્ચ

  • બનાવવાની રીત -  માસ્ક બનાવવા માટે ઈંડાના સફેદ ભાગમાં કોર્ન સ્ટાર્ચ મિક્સ કરો. તમારી ત્વચા પર તેને પેસ્ટની જેમ એક સમાન પરત પર લગાવો અને સરક્યુલર મોશનથી મસાજ કરો. તેને 15-20 મિનિટ રહેવા દો અને બાદમાં ધુઓ. યોગ્ય રિઝલ્ટ માટે તેને અઠવાડિયામાં એકવાર ઉપયોગ કરો. 


ઓટ્સ અને કેળાનું મિશ્રણ


  • સામગ્રી - ઓટમીલ 2 ચમચા, 1 કેળું

  • બનાવવાની રીત - આ મિશ્રણને બનાવવા માટે ઓટમીલ અને કેળાનુ મિશ્રણ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે આ મિશ્રણને જ્યાં વાળ ઉગ્યા છે તે જગ્યા પર લગાવો. વાળના વિકાસની વિપરીત દિશામાં ધીરે ધીરે મસાજ કરો. બાદમાં તેને 20 મિનિટ આવી રીતે છોડી દો. બાદમાં ઠંડા પાણીથી ધોઈ લો. 


સુગર વેક્સ


  • સુગર વેક્સ બહુ જ પ્રભાવી સોલ્યુશન છે. જેનો ઉપયોગ અનેક વર્ષોથી થાય છે. 

  • સામગ્રી - 2 ચમચી ખાંડ, 2 ચમચી લીંબુ

  • બનાવવાની રીત - સુગર વેક્સ બનાવવા માટે એક બાઉલમાં ખાંડ અને લીંબુનો રસ લો. આ મિશ્રણમાં 7-8 ચમચી ગરમ પાણી મિક્સ કરીને તેને ઠંડુ કરવા બાજુમાં મૂકો. તેના બાદ સુગર વેક્સના આ મિશ્રણને વાળ પર લગાવો. 15-20 મિનિટ સુધી તેને રહેવા દો. બાદમાં વેક્સને ઠંડા પાણીથી હળવે હળવે રગડીને ધોઈ લો. 


તમે આ તમામ નુસ્ખાથી શરીર પરના અણગમતા વાળ દર્દ વગર હટાવી શકશો. જોકે, આ તમામ રીત નેચરલ છે, તેની કોઈ સાઈડ ઈફેક્ટ નથી. પરંતુ તેને ઉપયોગમાં લેતા પહેલા એકવાર પેચ ટેસ્ટ જરૂર કરાવી લેજો.