Kitchen Tips: ગરમીમાં ડુંગળીને ખરાબ થતા બચાવવી હોય તો આ રીતે કરો સ્ટોર, મહિનાઓ સુધી તાજી રહેશે
Kitchen Tips: વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે તેની અસર ડુંગળીને પણ થાય છે. ગરમીના કારણે ડુંગળી ઝડપથી ગળી કે સડી જાય છે. જો તમારે ડુંગળીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવી હોય તો તમે આ ટીપ્સ અજમાવી શકો છો.
Kitchen Tips: રોજની રસોઈમાં ઉપયોગ થતી વસ્તુઓમાંથી એક ડુંગળી પણ છે. લગભગ દરેક ઘરમાં ડુંગળીનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. તેથી જ ગૃહિણીઓ વધારે ડુંગળી લઈ ઘરમાં રાખે છે. જોકે ગરમી શરૂ થાય એટલે ડુંગળીને લઈને બે ચિંતા સતાવવા લાગે. એક તો ડુંગળીના વધતા ભાવ અને બીજી ગરમીના કારણે ડુંગળી ઝડપથી સડી જાય તેની...
વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે તેની અસર ડુંગળીને પણ થાય છે. ગરમીના કારણે ડુંગળી ઝડપથી ગળી કે સડી જાય છે. જો તમારે ડુંગળીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવી હોય તો તમે આ રીતે તેને સ્ટોર કરી શકો છો.
આ પણ વાંચો: સોફાના ફેબ્રિક પર પડેલા ડાઘ 10 મિનિટમાં સાફ કરી દે તેવી જોરદાર છે આ ટ્રીક
ઠંડી જગ્યા
ડુંગળીને લાંબા સમય સુધી ફ્રેશ રાખવી હોય તો હંમેશા તેને એવી જગ્યા પર રાખો જ્યાં વધારે ગરમી ન હોય. ડ્રાય અને ઠંડી જગ્યા પર ડુંગળી રાખશો તો ડુંગળી ખરાબ નહીં થાય. જો ડાયરેક્ટ સનલાઇટમાં ડુંગળી રાખવામાં આવે તો તેમાં ઝડપથી ફંગસ થઈ જાય છે.
આ પણ વાંચો: ગુજરાતની નજીક જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ આ જગ્યાએ, જુઓ Photos
તાપમાન
ડુંગળીને લાંબા સમય સુધી સાચવી રાખવી હોય તો એવી જગ્યાએ તેને રાખો જ્યાં તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોય. આ ટેમ્પરેચર પર ડુંગળી ક્યારે બગડતી નથી અને લાંબા સમય સુધી તાજી રહે છે.
આ પણ વાંચો: રાત્રે સૂતા પહેલા આ 5 કામ કરશો તો, વાળને સુંદર બનાવવા અન્ય કોઈ ઉપાય કરવા નહીં પડે
ટીશ્યુ પેપર
ડુંગળીને સ્ટોર કરવા માટે તમે ટીશ્યુ પેપર નો ઉપયોગ પણ કરી શકો છો. જો તમે પ્લાસ્ટિકને બદલે ટીશ્યુ પેપરની વચ્ચે ડુંગળીને રાખો છો તો તમે લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખી શકો છો.
આ પણ વાંચો: White Hair: સફેદ વાળને છુપાવવા હેર ડાઈ નહીં કરવી પડે, સરસવના તેલ સાથે લગાવો આ વસ્તુઓ
આ ભૂલ ન કરવી
ઘણા લોકો ડુંગળીને ફ્રીજમાં પણ રાખતા હોય છે. ભૂલથી પણ ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરવી નહીં. કારણ કે ફ્રિજની ઠંડકમાં ડુંગળી ઝડપથી ગળી જાય છે. ફ્રિજમાં રાખેલી ડુંગળી ખાવાથી તબિયત પણ બગડે છે.
આ પણ વાંચો: આ દેશોમાં ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય, અહીં ફરવા જાઓ તો બિંદાસ કરો સેલ્ફ ડ્રાઈવ
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)