Mini Kashmir: ગુજરાતની નજીક જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી હોય તો પહોંચી જાવ આ જગ્યાએ, જુઓ મનમોહક Photos

Dudhni Lake: જો તમે રજાઓમાં ફરવા જવા માટેની જગ્યાઓ શોધી રહ્યા છો તો તમને આજે ગુજરાતની જ એક એવી જગ્યા વિશે જણાવીએ જ્યાં તમને જલસો પડી જશે. ગુજરાતમાં પણ ઘણી એવી જગ્યાઓ છે જે ફરવા જવા માટે બેસ્ટ ઓપ્શન છે. પરંતુ ખૂબ ઓછા લોકો આ જગ્યાઓ વિશે જાણતા હોય છે. આવી જ એક જગ્યા છે દૂધની લેક.

1/5
image

જો તમને ગુજરાતમાં જ કાશ્મીર ફર્યા જેવી મજા કરવી છે તો પહોંચી જાવ દૂધની લેક. અહીં તમે શિકારામાં ફરવાની મજા માણી અને તમારી રજાને યાદગાર બનાવી શકો છો. જે લોકોને વોટર સ્પોર્ટ્સ પસંદ છે તેમના માટે પણ દુધની લેક ફરવા માટે આદર્શ સ્થળ છે. 

2/5
image

દૂધની લેક સિલવાસાથી 40 કિમી દૂર આવેલું છે. મધુબન ડેમના જળાશય પર બનેલું આ વિશાળ તળાવ તેની સુંદરતા અને શિકારામાં ફરવાની મજાના કારણે પ્રવાસીઓ વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 

3/5
image

સુંદર ટેકરીઓ વચ્ચે આવેલા શાંત તળાવમાં જ્યારે તમે શિકારામાં ફરશો તો જલસો પડી જશે. દૂધની લેક એક દિવસની પિકનિક અથવા તો વિકેન્ડમાં ફરવા માટે બેસ્ટ સ્પોટ છે. અહીં તમે બોટિંગ સિવાય કાયાકિંગ, સ્પીડ બોટ્સ, કેનોઇંગ અને જેટ સ્કીઇંગ પણ કરી શકો છો.  

4/5
image

ખાસ તો સહેલાણીઓને અહીં તળાવમાં ફરતા રંગબેરંગી શિકારા કાશ્મીરની યાદ અપાવે છે. અહીં તમે ખૂબ ઓછા ખર્ચે શિકારાની રાઈડ કરી શકો છો.  

5/5
image

શિકારામાં ફરતા ફરતા તમે મનમોહક સૂર્યાસ્તનો આનંદ પણ માણી શકો છો. દૂધની લેક ફરવા જવા માટે જૂન મહિના સુધીનો સમય બેસ્ટ છે.