Lemon Peels: લીંબુનો રસ કાઢીને તમે તેનો ઉપયોગ ઘણી રીતે કર્યો હશે. પરંતુ તમે તેની છાલને ડસ્ટબિનમાં ફેંકી દીધી હશે. લીંબુના ફાયદાઓ તમે જાણતા જ હશો.  લીંબુ તમારી ત્વચા, વાળ અને પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હોય છે. પરંતુ તે કોઈ દવાથી ઓછુ નથી. જ્યારે આપણે ઘણી વખત તેની છાલને નકામી ગણીને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ. પરંતુ જો તમે એક વાર તેના ફાયદા જાણશો, તો તમે કદાચ જીવનમાં આવી ભૂલ કરવાનું વિચારશો નહીં.
 
લીંબુની છાલના ફાયદાઓ જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. લીંબુની છાલમાં વિટામિન, ફાયબર , પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા મહત્વના પોષક તત્વો જોવા મળે છે. જે આપણા શરીરને ઘણી રીતે ફાયદો કરી શકે છે.
 
2. લીંબુની છાલમાં એન્ટી-ઓક્સીડેન્ટ જોવા મળે છે, જે શરીરને બાહ્ય અને આંતરિક રીતે લાભ આપી શકે છે.


3. જો તમે લીંબુની છાલનું સેવન કરો છો, તો તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.


4. લીંબુની છાલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે, જે દાંત અને મોઢાની સમસ્યાને દૂર કરી શકે છે. 


આ પણ વાંયો:
રંગમાં ભંગ પાડશે વરસાદ? હવામાન ખાતાની આગાહીએ ચિંતા વધારી
ધૂળેટીના તહેવારને લઈને કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું,આ સ્થળો સવારથી સાંજ સુધી બંધ
ભારત 20 હજાર મેટ્રિક ટન ઘઉં અફઘાનિસ્તાન મોકલશે, પાકિસ્તાનના રૂટનો ઉપયોગ નહીં થાય



 
જાણો લીંબુની છાલનો ઉપયોગ કેવી રીતે કરવો

 
1. લીંબુની છાલને કોઈ પણ ખરબચડા પથ્થર પર પીસી લો. અને પછી તેને શાકભાજી, પાણી કે સલાડમાં ભેળવીને ખાઓ. 


 2. તમે લીંબુની છાલને પીસી શકો છો અને તેને ઓલિવ તેલમાં મિક્સ કરી શકો છો અને પછી તેના દ્વારા ઘણી વાનગીઓ તૈયાર કરી શકાય છે.


3. લીંબુની છાલ ઘસ્યા પછી, તેને બ્રેડ સ્પ્રેડ તૈયાર કરવા માટે મિક્સરમાં પીસી શકાય છે.


 4. લીંબુની છાલના અડધા ભાગમાં બેકિંગ સોડા નાખીને  રસોડું સાફમાં મદદરૂપ થઈ શકે છે. 


5.બેકિંગ સોડા સિવાય તમે તેની છાલ સાથે વિનેગર મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો.


6. જો વરસાદની ઋતુમાં તમારા શરીર પર કીડાઓ વધુ ચોંટતા હોય તો લીંબુની છાલને શરીર પર ઘસો


7.રસોડાના કોઈપણ ખૂણામાં વાસ આવતી હોય તો ત્યાં લીંબુની છાલ નાંખો, તેનાથી દુર્ગંધ દૂર થઈ જશે.


8.તમે લીંબુની છાલને ઘસીને મધમાં નાખી શકો છો, તેનાથી ચહેરાને એક્સ્ફોલિએટ કરી શકાય છે.
 
9. ફેસ માસ્ક તૈયાર કરવા માટે લીંબુની છાલનો પણ ઉપયોગ કરી શકાય છે.
 
Disclaimer - અહીં આપવામાં આવેલી માહિતી તે ઘરગથ્થું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારીત છે. ZEE24KALAKઆની પુષ્ટિ કરતું નથી.


આ પણ વાંયો:
અંબાલાલ પટેલની હોળી બાદ પહેલી ખરાબ આગાહી; માર્ચ, એપ્રિલ અને મેં મહિનો કેમ છે ભારે?
રાશિફળ 08 માર્ચ: આજે ધુળેટી, ગ્રહોની ચાલ આ રાશિના જાતકોના જીવનમાં ભરશે સફળતાના રંગ

ઓ બાપરે ! આખા એશિયામાં સૌથી ખરાબમાં ગાંધીનગરનો આવ્યો પ્રથમ નંબર, ખતરનાક છે રિપોર્ટ