Ubtan For Glowing Skin Homemade: દિવાળી જાય એટલે લગ્નગાળો  શરૂ થઈ જતો હોય છે. ડિસેમ્બરમાં જે યુવક-યુવતીઓના લગ્ન થવાના હોય તેઓ આ લેખ ખાસ વાંચે. તમે જો લગ્ન સમયે તમારા ચહેરા પર કુદરતી નિખાર લાવવા માંગતા હોવ તો આ હોમમેડ લેપ તમને કામે લાગી શકે છે. આ લેપ ખુબ જ સરળતાથી ઘરે બનાવી શકાય છે. આ લેપની ખાસિયત એ પણ છે કે તે ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ દૂર કરી શકે છે. આ લેપ તમારે ઘરે કેવી રીતે તૈયાર કરવું તે આ અમે તમને અહીં જણાવી રહ્યા છે....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરે આ રીતે બનાવો લેપ


આ લેપ બનાવવા માટે તમારી પાસે બેસન, ચંદનનો પાઉડર, દૂધની મલાઈ, લીંબુનો રસ, મધ, વિટામીન ઈ કેપ્સ્યુલ, હળદર, ગુલાબ જળ વગેરે હોવું ખુબ જરૂરી છે. 


આ બધી સામગ્રી તમે એક વાટકીમાં લો અને મિશ્રણને ખુબ જ સારી રીતે મિક્સ કરો. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


3. હવે આ મિશ્રણને થોડા સમય સુધી રાખ્યા બાદ ચહેરા, ગરદન, હાથ પર થોડીવાર સુધી લગાડી રાખો અને હળવા હાથે મસાજ પણ કરો. 


4. 20થી 25 મિનિટ બાદ જ્યારે લેપ સૂકાઈ જાય ત્યારબાદ ત્વચાને સારી રીતે પાણીથી ધોઈ નાખો. 


5. જો કે તમારી ત્વચાને સારી રીતે ધોતા પહેલા તમારે ત્વચાને બરાબર રગડવી પડશે. આમ કરવાથી સ્ક્રબિંગ થશે અને ત્વચાની ડેડ સ્કીન નીકળી જશે. 


(ખાસ નોંધ: ઉપર જણાવલ લેપ ત્વચા માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ તેને લગાવતી વખતે એ વાત પર ધ્યાન આપવું કે તે હોઠ કે આંખો પર ભૂલથી ન લાગી જાય. )


આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube