Pressure Cooker ની સીટી થઈ હોય લીક તો આ રીતે જાતે જ કરી લો રીપેર, 5 મિનિટમાં થઈ જશે કામ
Pressure Cooker Hacks: પ્રેશર કુકરના કારણે ગેસ અને સમયની બચત થાય છે. પરંતુ ઘણી વખત જૂનું થઈ જાય તો તે સારી રીતે કામ કરતું નથી. પ્રેશર કુકરમાં સૌથી સામાન્ય સમસ્યા થઈ જાય છે સીટી લીક થવાની. જ્યારે સીટી લીક થવા લાગે છે તો પ્રેશર કુકરમાં ભોજન બરાબર રીતે બનતું પણ નથી અને કુકર તેમજ ગેસ સહિત રસોડું પણ ખરાબ થઈ જાય છે.
Pressure Cooker Hacks: પ્રેશર કુકરનો ઉપયોગ રસોડામાં રોજ થાય છે. કેટલીક વાનગીઓ એવી હોય છે જે પ્રેશર કુકર વિના બનાવી મુશ્કેલ થઈ જાય છે. જેમ કે દાળ ખીચડી જેવી વસ્તુઓ પ્રેશર કુકરમાં ઝડપથી અને સરળતાથી બની જાય છે. પ્રેશર કુકરના કારણે ગેસ અને સમયની બચત થાય છે. પરંતુ ઘણી વખત જૂનું થઈ જાય તો તે સારી રીતે કામ કરતું નથી. પ્રેશર કુકરમાં સૌથી સામાન્ય સમસ્યા થઈ જાય છે સીટી લીક થવાની. જ્યારે સીટી લીક થવા લાગે છે તો પ્રેશર કુકરમાં ભોજન બરાબર રીતે બનતું પણ નથી અને રસોડું અને કુકર બહારથી પણ ખરાબ થઈ જાય છે. પ્રેશર કુકરને લીક થતુ અટકાવવું હોય તો કેટલીક સરળ ટિપ્સ અજમાવીને તમે ઘરે જ તેને રીપેર કરી શકો છો.
આ પણ વાંચો:
Hair Wash Powder: વાળ રહેશે લાંબા અને કાળા.. બસ વાળ ધોવાનું રાખો આ હેર વોશ પાવડરથી
20 એપ્રિલે જોવા મળશે અદ્ભુત નજારો, 100 વર્ષ પછી લાગશે હાઈબ્રિડ સૂર્યગ્રહણ
મચ્છરનો થઈ જશે ખાતમો, અજમાવો આ ઉપાય, કર્યા પછી ઘરમાં નહીં ફરકે એક પણ મચ્છર
સ્ટીમ લીક થાય ત્યારે
ઘણી વખત એવું થાય છે કે જ્યારે તમે કુકરમાં ભોજન બનાવો છો તો કુકરના ઢાંકણા ની આસપાસ થી વરાળ લીક થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કે કુકરનું ઢાંકણું વાંકુ થઈ ગયું હોય. કુકરમાં આવી તકલીફ હોય તો બજારમાં જઈને મેકેનિક પાસે તેને બરાબર કરાવી લેવું
કુકરમાં પ્રેશર ન બને ત્યારે
જો કુકરમાં પ્રેશર બરાબર રીતે બનતું નથી તો ભોજન પકાવવામાં સમસ્યા થાય છે. તેના માટે તમે આ ઉપાય કરી શકો છો. સૌથી પહેલા કુકરની રિંગ કાઢીને બરાબર રીતે ચેક કરો કે તેમાં કોઈ ખરાબી નથી. જો તમે રીંગ ઘણા સમયથી બદલી નથી તો તેને બદલી દેવાથી આ સમસ્યા દૂર થઈ જશે. આ સિવાય દર બે મહિને કુકરની રીંગ બદલી દેવી જોઈએ.
ભોજન બળી જાય ત્યારે
જો પ્રેશર કુકરમાં તમે કોઈ વસ્તુ બનાવતા હોય અને તે તેના ઘડિયામાં ચોંટી જતી હોય તો શક્ય છે કે કુકરમાં પ્રેશર વધારે બની રહ્યું છે. આવી સ્થિતિ ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે કોકવાર કુકર ફાટી પણ જાય છે. આવી સ્થિતિમાં પણ બજારમાં જઈને મિકેનિક પાસે કુકર રીપેર કરાવી લેવું.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)