Mehendi for Hair: જેમ જેમ ઉંમર વધે તેમ માથાના વાળ સફેદ થાય તે એક નેચરલ પ્રક્રિયા છે. વાળ જ્યારે સફેદ થવા લાગે તો તેને કુદરતી વસ્તુઓથી કલર કરવો જોઈએ. વાળને કલર કરવા માટે વર્ષોથી મહેંદીનો ઉપયોગ થાય છે. હેર કલર માટે મહેંદી સારો ઓપ્શન પણ છે. પરંતુ ઘણી વખત મહેંદી લગાડ્યા પછી પણ વાળને જોઈએ તેવો કલર અને ચમક મળતી નથી. તો વળી કેટલાક લોકોની ફરિયાદ હોય છે કે મહેંદી લગાડ્યા પછી વાળ વધારે ડ્રાય થઈ ગયા છે અને ખરવા લાગ્યા છે. મહેંદી વાળ માટે સો ટકા ફાયદાકારક છે પરંતુ તેને લગાડતી વખતે જો કેટલીક ભૂલ કરવામાં આવે તો મહેંદી નુકસાન કરે છે. જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો તેને સુધારી લો. આજે તમને વાળમાં મહેંદી લગાડતી વખતે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Turmeric: ચહેરા પર સોના જેવી ચમક જોઈતી હોય તો સ્કિન કેરમાં સામેલ કરો આ વસ્તુ


ગરમ પાણી 


વાળમાં લગાડવા માટેની મહેંદી તૈયાર કરતા હોય તો તેમાં નોર્મલ પાણીને બદલે ગરમ પાણીનો ઉપયોગ કરો. મહેંદી માટે એક કપ પાણીને બરાબર ઉકાળો અને તેમાં એક ચમચી ચાનો પાવડર ઉમેરી દો. પાણી બરાબર ઉકળી જાય પછી તેને ગાળી અને આ ગરમ પાણીથી મહેંદી પલાળો. જો તમારે ચા પત્તી ન ઉમેરવી હોય તો પણ સાદા ગરમ પાણીનો ઉપયોગ કરવો..


આ પણ વાંચો: Foods For Weight Loss: આ કાળી વસ્તુઓ પેટની ચરબીનો કરી શકે છે સફાયો


સમય 


એક્સપર્ટ જણાવે છે કે વાળમાં મહેંદી લગાડો તેની પહેલા તેને ઓછામાં ઓછી 12 કલાક સુધી પલાળેલી રાખવી જોઈએ. તો જ તેના ફાયદા વાળને થાય છે. જો તમે મહેંદીને 12 કલાક માટે લોઢાના વાસણમાં પલાળો છો તો તે સૌથી બેસ્ટ છે. 


ઓઇલી વાળમાં મહેંદી ન લગાવો


મોટાભાગના લોકો આ ભૂલ કરતા હોય છે. તેઓ તેલવાળા અથવા તો મેલા વાળમાં જ મહેંદી અપ્લાય કરે છે અને પછી વાળને ધોવે છે. આમ કરવાથી મહેંદીની અસર વાળ પણ દેખાતી જ નથી. વાળમાં રહેલું તેલ મહેંદીના રંગને વાળ સુધી પહોંચવા દેતું નથી. તેથી મેલા કે ઓઇલી વાળમાં મહેંદી ન કરો. પહેલા વાળને ધોઈ લેવા અને પછી જ મહેંદી અપ્લાય કરવી. 


આ પણ વાંચો: Oily Skin Care: ગરમીના કારણે ચહેરો આખો દિવસ ઓઈલી રહેતો હોય તો અપનાવો આ ઘરેલુ ટીપ્સ


બીજા દિવસે શેમ્પુ 


જ્યારે તમે વાળમાં મહેંદી લગાડી હોય ત્યારે મહેંદી કાઢીને તુરંત શેમ્પુ ન કરવું. મહેંદી કાઢવા માટે નોર્મલ પાણીથી વાળ સાફ કરી લો. અને ફક્ત કન્ડિશનરનો ઉપયોગ કરો. મહેંદી લગાડ્યાના બીજા દિવસે માઈલ્ડ શેમ્પુથી વાળ ધોવા જોઈએ.


(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)