Heart Care: હૃદય સંબંધિત બીમારીથી પીડિત લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડે છે જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તેનું પરિણામ મોત પણ હોઈ શકે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોરોનરી આર્ટરી ડીસીઝ જેવી સમસ્યા પહેલાથી જ હોય તો હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. જો તમારી ઈચ્છા હોય કે તમે આ સમસ્યાઓ છતાં પણ હાર્ટ એટેક થી બચી રહો તો આજે તમને કેટલીક સાવધાની વિશે જણાવીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ જણાવે છે કે જે લોકો ફિઝિકલી એક્ટિવ ન હોય અને સ્ટ્રેસમાં રહેતા હોય તેમ જ જેમનું વજન પણ વધારે હોય તેમને હાર્ટ સંબંધિત સમસ્યા ઝડપથી થાય છે. આવી સ્થિતિમાં હૃદયને સ્વસ્થ રાખવા માટે લોકોએ આ ચાર બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો આ ચાર બાબતનું ધ્યાન રાખવામાં આવે તો હાર્ટ સંબંધિત સમસ્યાઓ હોવા છતાં પણ લોકો પોતાના હાથને હેલ્થી રાખી શકે છે અને હાર્ટ એટેકથી બચી શકે છે.


આ પણ વાંચો:


ચા-કોફી છોડો સવારે આ ચારમાંથી કોઈ એક વસ્તુ પીવાની પાડો ટેવ, શરીર રહેશે નિરોગી


ચોમાસામાં થતાં શરદી-ઉધરસથી 1 જ દિવસમાં મળશે રાહત, અજમાવો આ ચારમાંથી કોઈ એક ઉપાય


1 ફાકી અનેક રોગનો કરશે સફાયો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં અને અન્ય બીમારીઓ પણ થશે દુર


હેલ્થી લાઈફ સ્ટાઈલ


હાર્ટ એટેક થી બચવું હોય તો સૌથી જરૂરી છે કે તમારી જીવનશૈલી હેલ્ધી હોય. એટલે કે સ્વસ્થ આહાર અને નિયમિત યોગ અભ્યાસ કરવાની આદત. આ બે વસ્તુનું ધ્યાન રાખવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. દૈનિક આહારમાં ફળ શાકભાજી આખા અનાજ ડ્રાયફ્રુટ વગેરેનું સેવન કરવું જોઈએ અને નિયમિત ઓછામાં ઓછી 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ.


ડોક્ટરની સલાહ અનુસાર ઉપચાર કરો


જો એક વખત તમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા થઈ ગઈ છે તો પછી પોતાની જાતે કોઈ પણ પ્રકારનો ઈલાજ ન કરો. હંમેશા ડોક્ટરના સંપર્કમાં રહો અને ડોક્ટરના જણાવ્યા અનુસાર પોતાનો ઉપચાર ચાલુ રાખો.


આ પણ વાંચો:


સફેદ વાળને મૂળમાંથી જ કાળા કરી દેશે હળદર, જાણો ઉપયોગ કરવાની સાચી રીત


ઘરમાં ત્રાસ કરી જીવજંતુઓને ભગાડવાના સૌથી અસરકારક ઉપાય, કીડી તો એક પણ જોવા નહીં મળે


દવા લેવાનું ન ભૂલો


જેટલું જરૂરી છે કે તમે ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ દવા ન લો તેટલું જરૂરી છે કે ડોક્ટરે જણાવેલી દવા નિયમિત રીતે લેવાનું રાખો. હૃદય સંબંધિત સમસ્યાઓમાં દવા રેગ્યુલર લેવી જરૂરી છે. આ સિવાય દર મહિને બ્લડપ્રેશર લિપિડ પ્રોફાઈલ વગેરે ચેક કરાવી લેવા જોઈએ


રેગ્યુલર ટેસ્ટ કરાવો


જો તમારા શરીરમાં કોઈ તકલીફ હોય અથવા તો તમારા પરિવારમાં પહેલાં કોઈને હાર્ટ એટેક આવ્યો હોય તો તમારે પણ નિયમિત બીપી કોલેસ્ટ્રોલ જેવી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)