આ Tips ફોલો કરશો તો ગરમીમાં પણ ખરાબ નહીં થાય તમારો Makeup
Summer Makeup Tips: જો ગરમીના દિવસોમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મેકઅપ ખરાબ થઈ જાય છે અને તેના કારણે તમારો લુક પણ બગડે છે. તેથી ગરમીના દિવસોમાં મેકઅપ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
Summer Makeup Tips: ઉનાળાના સમયમાં મેકઅપ સમસ્યા પણ બની શકે છે. જો ગરમીના દિવસોમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો મેકઅપ ખરાબ થઈ જાય છે અને તેના કારણે તમારો લુક પણ બગડે છે. તેથી ગરમીના દિવસોમાં મેકઅપ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઉનાળાના સમયમાં મેકઅપમાં થતી સમસ્યાના કારણે કેટલીક યુવતીઓ મેકઅપ કરવાનું ટાળે છે. પરંતુ તમારે આવું કરવાની જરૂર નહીં પડે જો તમે આ ટ્રીક્સને ફોલો કરશો. આ ટિપ્સ ફોલો કરીને જો તમે મેકઅપ કરશો તો ઉનાળામાં પણ કલાકો સુધી તમારો મેકઅપ ખરાબ નહીં થાય.
આ પણ વાંચો:
તડકાના કારણે થયેલા ટેનિંગને ફટાફટ દુર કરે છે આ 3 વસ્તુઓ, ત્વચાની વધે છે ચમક
મહિલાઓને ઈમોશનલી સ્ટ્રોંગ બનાવે છે આ 5 વાતો, સમસ્યામાંથી બહાર નીકળવાનો મળશે રસ્તો
Eyebrows Mask: પાતળી આઇબ્રોને ઝડપથી જાડી કરવામાં મદદ કરે છે કોફી, આ રીતે કરવો ઉપયોગ
પ્રાઇમર
જો તમે ઈચ્છો છો કે તમારો મેકઅપ કલાકો સુધી ખરાબ ન થાય તો યોગ્ય પ્રાઇમરની પસંદગી કરો. પ્રાઇમર ચેહરાના મેકઅપ અને ઓઇલને બેલેન્સ કરવાનું કામ કરે છે જો પ્રાઇમર યોગ્ય હશે તો મેકઅપ કલાકો સુધી ખરાબ નહીં થાય.
ફાઉન્ડેશન
કલાકો સુધી મેકઅપ સારો રાખવો હોય તો લોંગ લાસ્ટિંગ ફાઉન્ડેશન પસંદ કરો. ફાઉન્ડેશન એવું હોવું જોઈએ જે પરસેવાના કારણે ખરાબ ન થાય. તેના માટે તમે સિલિકોન ફાઉન્ડેશન ટ્રાય કરી શકો છો
વધારે ફાઉન્ડેશન ન લગાડો
સુંદર દેખાવાના ચક્કરમાં ક્યારેય વધારે પ્રમાણમાં ફાઉન્ડેશન ન લગાડવું. તેનાથી ત્વચાનું ઓક્સિજન લોક થઈ જાય છે અને વધારે પરસેવો થવા લાગે છે જેના કારણે મેકઅપ પણ ખરાબ થાય છે.
સ્પ્રે નો ઉપયોગ
મેકઅપ ને લાંબો સમય સુધી સેટ કરવા માટે તમે મેકઅપ સેટિંગ સ્પ્રે નો ઉપયોગ કરી શકો છો. આ સ્પ્રે લગાડવાથી ચહેરા અને ગરદન પર આવતો પસીનો ગાયબ થઈ જશે.
વોટર પ્રુફ પ્રોડક્ટ
ઉનાળા દરમિયાન વોટરપ્રૂફ પ્રોડક્ટ નો જ ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારની પ્રોડક્ટ મેકઅપ ને મેલ્ટ થતા બચાવે છે. ખાસ કરીને આઇલાઇનર વોટર પ્રુફ જ કરવી જોઈએ તે સરળતાથી સ્મજ થતી નથી.