તડકાના કારણે થયેલા ટેનિંગને ફટાફટ દુર કરે છે આ 3 વસ્તુઓ, ત્વચાની વધે છે ચમક

Sun Tanning: તડકામાં થોડીવાર રહેવાનું થાય તો પણ ત્વચા પર ટેનિંગ થઈ જાય છે. જેના કારણે સ્કીનનો રંગ પણ બદલી જાય છે. જે ત્વચા ઢંકાયેલી ન હોય તેનો રંગ ડાર્ક થઈ જાય છે. જેને સન ટેનિંગ કહેવાય છે.

તડકાના કારણે થયેલા ટેનિંગને ફટાફટ દુર કરે છે આ 3 વસ્તુઓ, ત્વચાની વધે છે ચમક

Sun Tanning: તડકાના કારણે સ્કીન અને વાળ ઝડપથી ખરાબ થાય છે. ખાસ કરીને ત્વચા ઉપર તડકાની અસર વધારે પ્રમાણમાં જોવા મળે છે. તડકામાં થોડીવાર રહેવાનું થાય તો પણ ત્વચા પર ટેનિંગ થઈ જાય છે. જેના કારણે સ્કીનનો રંગ પણ બદલી જાય છે. જે ત્વચા ઢંકાયેલી ન હોય તેનો રંગ ડાર્ક થઈ જાય છે. જેને સન ટેનિંગ કહેવાય છે. આ રીતે ત્વચા પર થયેલા ટેનિંગને દૂર કરવા માટે તમે કેટલીક ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી સન ટેનિંગ અને સ્કીન સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય છે. 

આ પણ વાંચો:

એલોવેરા જેલ

એલોવેરા જેલ સ્કીનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ટેનિંગની સમસ્યા દૂર કરી શકાય છે. એલોવેરા જેલ સ્કીનની અંદર જઈને ડેમેજ સ્કિનને રીપેર કરે છે. ત્વચા ઉપર સનબનની તકલીફ હોય તો એલોવેરાનું જેલ લગાડવું જોઈએ.

લીંબુ અને મધ

ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે લીંબુ અને મધનો ઉપયોગ કરી શકાય છે. તેમાં એવા તત્વો હોય છે જે ત્વચા પરથી ટેનિંગ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી મધ લેવું અને તેમાં થોડું લીંબુ ઉમેરવું. આ પેસ્ટને ત્વચા પર લગાડો અને અડધી કલાક રહેવા દો. તેનાથી ત્વચા પહેલા જેવી જ ચમકદાર થઈ જશે.

ટામેટા

ટામેટામાં બ્લીચિંગ એજન્ટ હોય છે જે ચહેરા પરના ડાઘ ધબ્બાને ઝડપથી દૂર કરે છે. તેમાં લાયકોપિન હોય છે જે એક પ્રકારનું એન્ટિઓક્સિડન્ટ છે જે ડેડ સ્કિનને દૂર કરવાનું કામ કરે છે. ત્વચાને રીપેર કરવા માટે ટામેટાની પેસ્ટ બનાવીને તેને ત્વચા પર 15 મિનિટ સુધી લગાડો પછી તેને ઠંડા પાણીથી સાફ કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news