How To Control Hair Fall: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો ખરતાં વાળની સમસ્યાથી પરેશાન જોવા મળે છે. વાળ ખરવાની સમસ્યા દરેક ઋતુમાં જોવા મળે છે. તેનું મુખ્ય કારણ લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ હોય છે. આ સિવાય કેટલી વસ્તુઓ એવી પણ છે જેનું સેવન કરવાના કારણે પણ વાળ વધારે ખરે છે. આ પ્રકારનો આહાર વાળ ખરવાની સમસ્યાને વધારે છે. આ વસ્તુઓથી દુર રહેવાથી વાળ ખરવાની સમસ્યા વધે શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માછલી 
જો તમે નોનવેજ ખાતા હોય તો માછલી ખાવાનું ટાળવું જોઈએ. ખરતાં વાળની સમસ્યામાં માછલી ખાવાથી સમસ્યા વધે છે. તેમાં મર્કરી હોય છે તેથી જો તમે તેનું સેવન કરો છો તો વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. જો તમને પહેલાથી જ વાળ ખરવાની સમસ્યા છે તો માછલી ખાવાનું બંધ કરવું જોઈએ.


આ પણ વાંચો:


વાળ માટે અમૃત સમાન સાબિત થાય છે બટેટાની છાલ, જાણો કેવી રીતે કરવો ઉપયોગ


ચહેરાની રંગ નિખારે છે મિલ્ક પાવડર, ઉનાળા માટે આ રીતે બનાવો ટેનિંગ રિમુવલ માસ્ક


રાત્રે સુતા પહેલા પગ ધોવા છે જરૂરી, જાણો તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે
 
દારુ
આલ્કોહોલના વધુ પડતા સેવનથી પણ વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને જે લોકોને વાળ ખરતાં હોય છે તેમણે તો દારું પીવાનું બંધ જ કરી દેવું જોઈએ.  


ફાસ્ટફૂડ
ફાસ્ટફૂડ ખાવાથી શરીરને નુકસાન થાય છે. તેવામાં જો તમે જંક ફૂડનું સેવન વધારે કરો છો તો વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.
 
ઈંડા
ઈંડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. પરંતુ ઈંડાના સફેદ ભાગને ખાવાથી વાળ ખરવાની ફરિયાદ વધી શકે છે. કારણ કે તેને ખાવાથી શરીરમાં બાયોટિનની ઉણપ સર્જાઈ શકે છે.  
 
કોલ્ડડ્રીંક્સ
ઘણા લોકોને કોલ્ડડ્રીંક્સ અને સોડા પીવાનો ભારે શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન કરવાથી વાળ ખરવા લાગે છે? જો તમે ઠંડક માટે કોલ્ડડ્રીંકસ પીતા હોય તો અત્યારથી જ બંધ કરી દો.