ચહેરાની રંગ નિખારે છે મિલ્ક પાવડર, ઉનાળા માટે આ રીતે બનાવો ટેનિંગ રિમુવલ માસ્ક

Tanning Removal Face Mask: ફેસ માસ્કમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાથી સ્કીન પ્રોટેકશન સાથે ટેનિંગથી પણ છુટકારો મળે છે. મિલ્ક પાવડર ત્વચાને સોફ્ટ અને ક્લીન બનાવે છે. ખાસ કરીને જે લોકો ઓઈલી સ્કિન ધરાવે છે તેમના માટે આ ફેસપેક બેસ્ટ સાબિત થાય છે. 

ચહેરાની રંગ નિખારે છે મિલ્ક પાવડર, ઉનાળા માટે આ રીતે બનાવો ટેનિંગ રિમુવલ માસ્ક

Tanning Removal Face Mask: ગરમીની શરૂઆત થઈ ગઈ છે તેવામાં તડકાના કારણે ત્વચા ઉપર ટેનિંગ પણ વધારે પ્રમાણમાં થવા લાગે છે. ખાસ કરીને ચહેરાની ત્વચા જે વધારે સેન્સિટીવ હોય છે તેમને સનબર્ન પણ વધારે થાય છે. તેવામાં આજે તમને મિલ્ક પાવડર નો ઉપયોગ કરીને એક ફેસ માસ્ક બનાવવાની રીત જણાવીએ. ફેસ માસ્કમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાથી સ્કીન પ્રોટેકશન સાથે ટેનિંગથી પણ છુટકારો મળે છે. મિલ્ક પાવડર ત્વચાને સોફ્ટ અને ક્લીન બનાવે છે. ખાસ કરીને જે લોકો ઓઈલી સ્કિન ધરાવે છે તેમના માટે આ ફેસપેક બેસ્ટ સાબિત થાય છે. 

આ પણ વાંચો:

મિલ્ક પાવડરનું ફેસ માસ્ક બનાવવાની સામગ્રી

બે ચમચી મિલ્ક પાઉડર
અડધી ચમચી કોફી
જરૂર અનુસાર પાણી
એક ચમચી નાળિયેરનું તેલ

કેવી રીતે બનાવવું ફેસ માસ્ક

એક નાનકડા બાઉલમાં મિલ્ક પાવડર અને કોફી મિક્સ કરો. તેમાં નાળિયેરનું તેલ અને પાણી મિક્સ કરી સ્મૂધ પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટને ચહેરા પર અને ગરદન પર લગાવો અને પાંચ મિનિટ સુધી મસાજ કરો. ત્યાર પછી પાંચ મિનિટ તેને ચહેરા પર રહેવા દો અને પછી હુંફાળા પાણીથી સાફ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news