Face Pack For Sensitive Skin: ચોમાસાની સિઝનમાં ત્વચાની ખાસ કાળજી લેવી પડે છે.  કારણ કે  વરસાદની ઋતુમાં ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ વધવા લાગે છે. ખાસ કરીને જે લોકોની ત્વચા સેંસિટિવ હોય તેમને તો વધારે સતર્ક રહેવું પડે છે. આવી ત્વચા હોય તેઓ કોઈપણ વસ્તુ વાપરે તો આડઅસર થવાની શક્યતા વધી જાય છે. પરંતુ જેમ અગાઉ જણાવ્યું તેમ ત્વચાની સંભાળ લેવી પણ જરૂરી છે. તો આજે તમને સંવેદનશીલ ત્વચા પર ગ્લો લાવે અને આડઅસર ન કરે તેવા ફેસપેક વિશે જણાવીએ. આ ત્રણમાંથી કોઈપણ એક ફેસપેક પણ તમે ઉપયોગમાં લેશો તો તમારી ત્વચા પર પાર્લર જેવો ગ્લો જોવા મળશે.
 
સંવેદનશીલ ત્વચા માટે ફેસ પેક


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ચહેરાની ડલનેસ દુર કરી સુંદરતા વધારશે આ ઉપાય, રસોડામાં રહેલી સાવ સસ્તી વસ્તુ કરશે કામ


તુલસીના પાન નીખારશે ત્વચાની રંગત, આ રીતે કરો ચહેરા પર તેનો ઉપયોગ


 


Hair Growth Tips: આ દેશી નુસખા અજમાવશો તો કમર સુધી લાંબા વાળ થઈ જશે 30 જ દિવસમાં...


દહીં અને ઓટ્સ 
 
જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમે દહીં અને ઓટ્સનો ફેસ પેક લગાવી શકો છો. તેના માટે એક બાઉલમાં 2 ચમચી ઓટ્સ લો. તેમાં દહીં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. આ ફેસ પેકને ચહેરા પર લગાવો અને 20 મિનિટ માટે રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.  અઠવાડિયામાં બે વાર આ ફેસ પેક લગાવવાથી ત્વચા ચમકદાર બને છે.


એલોવેરા અને મધ

એલોવેરા અને મધને મિક્સ કરી તમે અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાડી શકો છો. તેનાથી ખીલ દૂર થશે અને તમારી ત્વચા ખીલી ઉઠશે. આ પેકને ચહેરા અને ગરદન પર પણ લગાવવો.


હળદર અને દૂધનો ફેસ પેક

સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે હળદર અને દૂધનું પેક પણ સારું ગણાય છે. તેને લગાવવા માટે 1 બાઉલમાં 3 ચમચી કાચું દૂધ લેવું. તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચપટી હળદરનો પાવડર ઉમેરો. હવે તેને ચહેરા પર લગાવો. તે સુકાઈ જાય પછી તેને પાણીથી સાફ કરો. આ પેકનો ઉપયોગ તમે અઠવાડિયામાં 4 વખત કરી શકો છો.


 


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)