Home Remedies For Smooth Hair: આજે તમને વાળને સ્મૂધ અને શાઈની બનાવતા દૂધના હેર માસ્ક વિશે જણાવીએ. દૂધ વાળને ડીપ નરીશ કરે છે અને તેનાથી વાળની ડ્રાયનેસ પણ દૂર થાય છે. સાથે જ રુક્ષ અને બેજાન વાળ સ્મૂધ અને સિલ્કી બને છે. તેનાથી વાળમાં ગણતરીની મિનિટોમાં ચમક આવી જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રસોડાની સિંક વારંવાર થઈ જાય છે બ્લોક? તો કરો આ કામ 10 મિનિટમાં કચરો નીકળી જશે બહાર


માથા પર પડેલી ટાલમાં પણ ઉગી જશે વાળ, અજમાવી જુઓ આ 2 ઘરગથ્થુ ઉપાય


ત્વચાની દરેક સમસ્યાને દૂર કરી શકે છે તુલસી, આ રીતે કરો ઉપયોગ


દૂધમાં પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. દૂધ વાળના મૂળને પણ પોષણ પુરુ પાડે છે. દૂધ વાળને ડીપ નરીશ કરે છે અને વાળની ડ્રાસનેસની સમસ્યા દૂર થાય છે. તેનાથી વાળ સુંદર દેખાય છે. તો ચાલો તમને જણાવીએ કે દૂધનું હેર માસ્ક કેવી રીતે બનાવવું. 


દૂધનું હેર માસ્ક બનાવવા માટે એક કપ દૂધ અને 2 ચમચી મધની જરૂર પડશે. સૌથી પહેલા એક બાઉલમાં 1 કપ દૂધ લેવું અને તેમાં 2 ચમચી મધ ઉમેરો. ત્યારબાદ તેને બરાબર મિક્સ કરો. ત્યારપછી તેને વાળમાં બરાબર રીતે લગાવો. માસ્કને વાળના મૂળથી લઈ છેડા સુધી લગાવો અને પછી 10 મિનિટ હળવા હાથે મસાજ કરો. ત્યારબાદ એક ટુવાલને ગરમ પાણીમાં બોળી માથા પર બાંધી લો. 30 મિનિટ પછી વાળને વોશ કરી લેવા. દર 15 દિવસે આ માસ્કનો ઉપયોગ કરશો એટલે ડેમેજ વાળ રિપેર થઈ જશે.