રસોડાની સિંક વારંવાર થઈ જાય છે બ્લોક? તો કરો આ કામ 10 મિનિટમાં કચરો નીકળી જશે બહાર, બ્લોક થયેલા પાઈપ થઈ જશે સાફ

Unclog Kitchen Sink: રસોડામાં જે જગ્યાઓને નિયમિત સાફ કરવી પડે છે તેમાંથી સિંક પણ એક છે. સિંકનો ઉપયોગ રસોડામાં સૌથી વધારે થાય છે અને તે ગંદી પણ ઝડપથી થઈ જાય છે. ઘણી વખત સિંકના પાઇપ ચોક થઈ જાય છે. 

રસોડાની સિંક વારંવાર થઈ જાય છે બ્લોક? તો કરો આ કામ 10 મિનિટમાં કચરો નીકળી જશે બહાર, બ્લોક થયેલા પાઈપ થઈ જશે સાફ

Unclog Kitchen Sink: ઘરમાં રસોડાની સાફ સફાઈ ખૂબ જ મહત્વની હોય છે. એક તો રસોડાનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ હોય છે અને બીજું અહીં રસોઈ બને છે તેથી સાફ-સફાઈ નું વિશેષ ધ્યાન રાખવું પડે છે. રસોડામાં જે જગ્યાઓને નિયમિત સાફ કરવી પડે છે તેમાંથી સિંક પણ એક છે. સિંક નો ઉપયોગ રસોડામાં સૌથી વધારે થાય છે અને તે ગંદી પણ ઝડપથી થઈ જાય છે. વાસણ સાફ કરવાના કારણે ઘણી વખત સિંક ના પાઇપ ચોક થઈ જાય છે. ત્યાર પછી સીંકમાંથી પાણી ધીરે ધીરે જાય છે અને તેના કારણે સમસ્યા વધી જાય છે. જો કિચન સિંકમાંથી પાણી ધીરે ધીરે જતું હોય તો તમે કેટલીક સરળ ટ્રીક અજમાવીને સિંકને સાફ કરી શકો છો.

આ પણ વાંચો:

શા માટે સિંક થઈ જાય છે બ્લોક?

રસોઈ કર્યા પછી અને જમ્યા પછી જ્યારે પણ વાસણ સાફ કરવામાં આવે તો તેમાં વધેલી વસ્તુઓ સિંકમાં જતી રહે છે. આવું ત્યારે થાય છે જ્યારે વાસણને બરાબર રીતે ખાલી કર્યા વિના સાફ કરવા માટે મૂકી દેવામાં આવે. ધીરે ધીરે આ વસ્તુઓ સિંક ના પાઇપમાં જમા થવા લાગે છે અને સિંકનો પાઇપ બ્લોક થઈ જાય છે. તેથી સૌથી પહેલા તો વાસણ સાફ કરવા મુકો તે પહેલા તેમાંથી વધેલા ખોરાકને ડસ્ટબીનમાં ખાલી કરી દેવો.

કિચન સિંકને આ રીતે કરો સાફ

કિચન સીંક ને સાફ કરવા માટે ઝીપ ટૂલનો ઉપયોગ કરી શકાય છે. તેની મદદથી માત્ર કચરો જ નહીં પરંતુ સિંકમાં ગયેલો વાળ સહિતનો કચરો બહાર નીકળી જાય છે. સિંક સાફ કરો ત્યારબાદ 10 મિનિટ સુધી સિંક નો ઉપયોગ કરવો નહીં. સિંકનો ઉપયોગ કરતા પહેલા તેમાં બે વખત ગરમ પાણી નાખવું. જેથી પાઇપની અંદર વધેલો કચરો પણ ગટરમાં વધી જાય. અને પાઇપ ગરમ પાણીથી બરાબર રીતે સાફ થઈ જાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news