Hair Growth Tips: વાળને ઝડપથી કરવા હોય લાંબા તો લગાવો ભૃંગરાજ, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
Hair Growth Tips: આજના સમયમાં મોટાભાગની યુવતી વાળની આ પ્રકારની સમસ્યાઓથી પીડિત હોય છે. પરંતુ તેમને એ વાતની જાણકારી હોતી નથી કે ભૃંગરાજનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરવો. ત્યારે આજે તમને ભૃંગરાજ પાઉડર થી બનતા એક હેર પેક વિશે જણાવીએ. જો તમે ભૃંગરાજનો આ રીતે વાળમાં ઉપયોગ કરશો તો ઝડપથી વાળ લાંબા થશે અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જશે.
Hair Growth Tips: ભૃંગરાજનો ઉપયોગ વર્ષોથી વાળની સંભાળ માટે કરવામાં આવે છે. ભૃંગરાજનો ઉપયોગ વાળમાં કરવાથી અકાળે થતા સફેદ વાળ, વાળની ડ્રાઇનેસ અને હેર ગ્રોથ સંબંધિત સમસ્યા દૂર થાય છે. આજના સમયમાં મોટાભાગની યુવતી વાળની આ પ્રકારની સમસ્યાઓથી પીડિત હોય છે. પરંતુ તેમને એ વાતની જાણકારી હોતી નથી કે ભૃંગરાજનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરવો. ત્યારે આજે તમને ભૃંગરાજ પાઉડર થી બનતા એક હેર પેક વિશે જણાવીએ. જો તમે ભૃંગરાજનો આ રીતે વાળમાં ઉપયોગ કરશો તો ઝડપથી વાળ લાંબા થશે અને ખરતા વાળની સમસ્યા પણ દૂર થઈ જશે.
આ પણ વાંચો:
સફેદ વાળને મૂળમાંથી જ કાળા કરી દેશે હળદર, જાણો ઉપયોગ કરવાની સાચી રીત
જીદ્દી ડેન્ડ્રફ 15 દિવસમાં થશે દુર અને પછી ક્યારેય દેખાશે પણ નહીં, અજમાવો આ ઉપાય
Skin Care: જો તમારી ત્વચા પણ છે સેંસિટિવ તો આ 3 ઘરગથ્થુ ફેસપેક છે તમારા કામના
ભૃંગરાજ હેર પેક બનાવવા માટે ચાર ચમચી ભૃંગરાજ નો પાવડર અને ત્રણ ચમચી એલોવેરા જેલની જરૂર પડશે. આ હેર પેક બનાવવા માટે સૌથી પહેલા બાઉલમાં ભૃંગરાજ પાવડર અને એલોવેરા છેલ્લે બરાબર મિક્સ કરો અને પાંચ મિનિટ આ પેસ્ટને રહેવા દો.
ત્યાર પછી આ પેસ્ટને વાળના મૂળમાં બરાબર રીતે લગાડો અને એક કલાક સુધી રાખી મૂકો. એક કલાક પછી વાળને સારી રીતે પાણીથી સાફ કરો. આ હેર પેકનો નિયમિત ઉપયોગ કરશો તો વાળ ખરવાની સમસ્યા, સફેદ થતાં વાળની સમસ્યા અને ખોડાની સમસ્યા પણ દૂર થઈ જશે. આ સાથે જ વાળનો ગ્રોથ પણ ઝડપી થશે
જો તમારા વાળ વધારે પ્રમાણમાં ખરતાં હોય તો આ હેર પેકનો ઉપયોગ અઠવાડીયામાં બે વાર કરવો. આ હેર પેકનો ઉપયોગ અઠવાડીયામાં એકવાર કરવાથી પણ 1 મહિનામાં તમને વાળમાં રિઝલ્ટ જોવા મળશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)