what is the meaning of expiry date written on medicines : શુ આપ જાણો છો કે આપના ઘરમાં પડેલી દવાઓ જે આપ બિમારીમાં ઉપયોગ કરો છો જો તેને યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવ્યો તો તે આપને વધારે બીમાર પાડી શકે છે. તેના ઉપયોગની સાચી રીત કઈ છે. અને આ દવા પર લખેલી એક્સપાયરી ડેટ પહેલા દવાની અસર ખતમ થઈ જાય છે. તો આપે દવા રાખતા પહેલા કઈ બાબતોનુ ધ્યાન રાખવુ એ આપને જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિન્ટ કરેલી તારીખ પહેલા ખરાબ થઈ શકે છે દવાઓ  
શું  આપને ખબર છે કે તમે દવા ક્યારેક ક્યારેક તેના પર પ્રિન્ટ કરેલી ચોક્કસ તારીખ પહેલા ખરાબ થઈ શકે છે? આમ તો સામાન્ય રીતે આપણે દવા ખાતા પહેલા આ વાતનું ધ્યાન રાખતા હોઈએ છીએ કે તેની એક્સપાયરી ડેટ કઈ છે. પરંતુ ક્યારેક – ક્યારેક દવા તેના ચોક્કસ તારીખ પહેલા ખરાબ થઈ જાય છે...એ વાત પણ આપને જાણવી જરરૂ છે.


ગુજરાતનો અજીબ કિસ્સો : મહિનામાં બે જ દિવસ પત્ની મળવા આવે છે, પતિએ કોર્ટમાં કેસ કર્યો


કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ?
દવાઓ પર એક્સપાયરી ડેટ લખવા મામલે એક્સપર્ટ જણાવે છે કે, મોટાભાગના લોકો દવા ખરીદતી વખતે એક્સપાયરી ડેટનું ધ્યાન રાખતા હોય છે, પરંતુ દવાઓને સગ્રહ દરમ્યાન તેની એક્સપાયરી તારીખ વિશે ધ્યાન રાખવુ જોઈએ. કેટલીક વાર આપણી બેદરકારીના કારણે બરોબર તાપમાનમાં દવા ન રાખવા કારણે દવાઓ સમય પહેલા જ ખરાબ થઈ જાય છે, એટલે કે એક્સપાયર થઈ જાય છે. આ કારણે માત્ર દવાઓ પર તેની અસર થતી નથી, પરંતુ હકીકતમાં તેવી દવાનું સેવન કરવાથી આપણા આરોગ્ય પર ખરાબ અસર પડે છે.


દવા રાખતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો 
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ઘરમાં એક જાત-ભાતની દવાઓ એક સાથે ભેગી રાખવાથી તેની અસર ખત્મ થઈ જાય છે. દવાઓને તેમા બતાવ્યા પ્રમાણેના તાપમાનમાં રાખવી જોઈએ. એટલે કે જો દવાને ઘરના રુમમાં રાખવામાં આવે તો તેમા રુમનું તાપમાન 25-27 ડિગ્રી હોવુ જોઈએ. જ્યારે કેટલીક દવાઓ ફ્રીજમાં રાખવી પડતી હોય છે.


How To Remove Dandruff : આ 3 ઘરેલુ નુસ્ખાથી વાળમાંથી ગાયબ થઈ જશે ડેન્ડ્રફ