Improve Vision: આયુર્વેદમાં કેટલાક પ્રાકૃતિક ઉપાય અને જીવનશૈલીના ફેરફાર જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી આંખનું સ્વાસ્થ્ય સુધરે છે અને દ્રષ્ટિ તે જ બને છે. જોકે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ચશ્માના નંબર ઉતારવાનું હા ત્વરિત સમાધાન નથી પરંતુ આ આયુર્વેદિક ઉપાયો કરવાથી નજર સંબંધિત સમસ્યા ઓછી થાય છે અને આંખના સ્નાયુ મજબૂત થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ આયુર્વેદિક ઉપાયોનો નિયમિત પાલન કરવાથી આંખનું સ્વાસ્થ્ય સુધરે છે અને શરૂઆતની દૃષ્ટિ સંબંધિત સમસ્યાથી રાહત મળે છે. જોકે આંખ સંબંધિત ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આજે તમને જણાવીએ આયુર્વેદિક રીતે તમે આંખની સંભાળ કેવી રીતે લઈ શકો. 


આ પણ વાંચો: નાળિયેર તેલમાં આ સફેદ પાવડર મિક્સ કરી લગાડો ચહેરા પર, 7 દિવસમાં ત્વચાનુ રુપ બદલી જશે


ત્રિફળાનો ઉપયોગ 


ત્રિફળા એક આયુર્વેદિક જડીબુટ્ટી છે જે આંખની રોશની સુધારવામાં ઉપયોગી માનવામાં આવે છે. ત્રિફળાના પાણીથી આંખની સફાઈ કરવાથી દ્રષ્ટિમાં સુધારો થાય છે. તેનું પાણી તૈયાર કરવા માટે રાત્રે એક ચમચી ત્રિફળાને એક ગ્લાસ પાણીમાં પલાળો. સવારે પાણીને ગાળી લો અને પછી આ પાણીથી આંખ ધોવાનું રાખો. ત્રિફળા ચૂર્ણનું નિયમિત સેવન પણ કરવું જોઈએ તેનાથી પણ આંખનું સ્વાસ્થ્ય સુધરે છે. 


આ પણ વાંચો: Haldi: દર 2 દિવસે આ વસ્તુમાં હળદર મિક્સ કરી લગાડો ચહેરા પર, ફેશિયલ કરાવવું નહીં પડે


ગાયનું ઘી 


ગાયનું શુદ્ધ ઘી નેત્ર રોગમાં દવા સમાન અસર કરે છે. રોજ સવારે ખાલી પેટ એક કે બે ચમચી ગાયનું ઘી ખાવાથી આંખની નબળાઈ દૂર થાય છે અને આંખના સ્નાયુ મજબૂત બને છે તેનાથી દ્રષ્ટિ પણ સુધરે છે. 


આંખની એક્સરસાઇઝ 


નિયમિત રીતે આંખનો વ્યાયામ કરવાથી પણ આંખના સ્નાયુ મજબૂત થાય છે. આંખની એક્સરસાઇઝ કરવા માટે આંખને ડાબી અને જમણી તરફ અને પછી ઉપર નીચે ગોળ ગોળ ફેરવી જોઈએ. આ કસરતને દર 20 મિનિટે 20 સેકન્ડ માટે કરવી જોઈએ. 


આ પણ વાંચો: રસોડાની ટ્રોલી સાફ કરવામાં મહેનત નહીં કરવી પડે, આ ટ્રીકથી બ્રશ ઘસ્યા વિના સાફ થશે


આમળા 


આમળા વિટામિન સી અને એન્ટિ ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે જે આંખનું સ્વાસ્થ્ય સુધારે છે. રોજ આમળાના રસનો અથવા તો આમળાના મુરબ્બાનું સેવન કરવાથી આંખને ફાયદો થાય છે. આમળાને ત્રિફળાની સાથે મિક્સ કરીને પણ ખાઈ શકાય છે તે વધારે પ્રભાવિ સાબિત થાય છે. 


આ પણ વાંચો: Spotless Skin: ત્વચાને ગોરી અને બેદાગ બનાવવા અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર


આંખને આરામ આપો


આંખનું તેજ વધારવું હોય તો શરીરને હાઈડ્રેટ રાખો અને આંખને સમયે આરામ આપો. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જરૂરી છે નહીં તો આંખમાં ડ્રાઇનેસ આવી જાય છે. આ સિવાય તડકામાં નીકળવાનું થાય ત્યારે આંખનું રક્ષણ કરવું. કામ કરતી વખતે પણ થોડી થોડી મિનિટો પર આંખને આરામ આપો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)