Cleaning Tips: રસોડાની ટ્રોલી સાફ કરવામાં મહેનત નહીં કરવી પડે, આ ટ્રીકથી બ્રશ ઘસ્યા વિના સાફ થઈ જશે ગંદકી

Cleaning Tips: દિવાળીની સાફ સફાઈમાં સૌથી મુશ્કેલ હોય છે રસોડાની સફાઈ. ખાસ કરીને મોડ્યુલર કિચનની ટ્રોલી સાફ કરવામાં કલાકોનો સમય જાય છે. જો કે આ કામ તમે કેટલીક ટ્રીક અપનાવીને સરળતાથી કરી શકો છો. આજે તમને એવી ક્લિનિંગ ટીપ્સ વિશે જણાવીએ જેને કરવાથી રસોડાની સફાઈ સુપર ઈઝી થઈ જશે.

Cleaning Tips: રસોડાની ટ્રોલી સાફ કરવામાં મહેનત નહીં કરવી પડે, આ ટ્રીકથી બ્રશ ઘસ્યા વિના સાફ થઈ જશે ગંદકી

Cleaning Tips: આજના સમયમાં મોટાભાગના લોકો રસોડામાં મોડ્યુલર કિચન બનાવડાવવાનું પસંદ કરે છે. મોડ્યુલર કિચનમાં કામ કરવું સરળ રહે છે. પરંતુ જ્યારે દિવાળીની સાફ-સફાઈ કરવાની હોય છે ત્યારે કલાકોનો સમય લાગી જાય છે. રસોડાની અલગ અલગ ટ્રોલીમાં ધૂળ, તેલ, ગંદકી અને કેટલીક વખત કાટ પણ જામી જાય છે. દિવાળીની સાફ-સફાઈમાં જ્યારે રસોડું સાફ કરવાનું હોય ત્યારે આ ટ્રોલીની સફાઈમાં જ કલાકોનો સમય નીકળી જાય છે. પરંતુ આ વર્ષે દિવાળીમાં તમારી સાથે આવું નહીં થાય. કારણ કે આજે તમને રસોડાની ટ્રોલીને સરળતાથી સાફ કરવાની કેટલીક ટ્રિક્સ જણાવી દઈએ. આ ટ્રીક અજમાવશો તો રસોડાની ટ્રોલી આરામથી સાફ થઈ જશે અને તમારે મહેનત પણ નહીં કરવી પડે. 

રસોડાની ટ્રોલી સાફ કરવાની ટ્રિક 

- સૌથી પહેલા તો રસોડાની બધી જ ટ્રોલી ખાલી કરી અને કપડાથી સારી રીતે સાફ કરી લો. ત્યાર પછી ટ્રોલી સાફ કરવા માટે એક મિશ્રણ તૈયાર કરો જેમાં ગરમ પાણીમાં ડિટર્જન્ટ મિક્સ કરી મિશ્રણ તૈયાર કરવું.. હવે આ મિશ્રણમાં એક કપડું બોળી અને ટ્રોલીને અંદર અને બહારથી સારી રીતે સાફ કરો. ટ્રોલીની દરેક જગ્યાએ આ મિશ્રણને લગાવો. 5 મિનિટ માટે આ મિશ્રણ ટ્રોલી પર લગાડેલું રહેવા દો અને પછી ભીના સાફ નેપકીનની મદદથી ટ્રોલીને ક્લીન કરી લો. ટ્રોલીમાં જામેલી તેલ સહિતની ગંદકી 5 મિનિટમાં નીકળી જશે. 

- જો ટ્રોલીમાં તેલ સહિતની ગંદકી વધારે પ્રમાણમાં જામી હોય અને ઉપર જણાવેલી રીતે તે સાફ ન થાય તો વાસણ ધોવાનો ધાબુ કે લિક્વિડ ગરમ પાણીમાં ઉમેરીને ચોલીના જેદી ડાઘ પર છાંટી દો. પાણી થોડું વધારે ગરમ હોય તે વાતનું ધ્યાન રાખવું 10 મિનિટ પછી ટ્રોલી ને કપડાથી સાફ કરશો તો ટ્રોલી એકદમ નવી હોય તેવી ચમકવા લાગશે. 

- ટ્રોલીને સાફ કર્યા પછી તેના પર નાળિયેર અથવા ઓલિવ ઓઇલ લગાડો જેથી કાટના ડાઘ ન પડે અને ટ્રોલી સરળતાથી ફિટ પણ થઈ જાય. 

- ટ્રોલી પર જામેલા ડાઘને દૂર કરવા માટે લીંબુની છાલનો ઉપયોગ પણ કરી શકાય છે. લીંબુની છાલને ટ્રોલીમાં અંદર અને બહાર સારી રીતે ઘસી લો અને 10 થી 15 મિનિટ માટે છોડી દો. ત્યાર પછી ભીના કપડાની મદદથી ટ્રોલી સાફ કરશો તો તે નવી હોય તેવી ચમતી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news