Banana Peel: કેળા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ફળ છે. પરંતુ શું તમે જાણો છો કે કેળાની જેમ જ કેળાની છાલ પણ ઉપયોગી છે ? જે ગુણ અને પોષક તત્વો કેળામાં હોય છે તે બધા જ પોષક તત્વો તેની છાલમાં પણ હોય છે. તેમાં પણ આજે તમને કેળાની છાલનો એવો ઉપયોગ જણાવીએ જેને જાણ્યા પછી તમે કેળાની છાલને ક્યારેય ડસ્ટબીનમાં કચરો સમજીને ફેકશો નહીં. ખાસ કરીને ઉનાળામાં આ રીતે કેળાની છાલનો રોજ ઉપયોગ કરવો જોઈએ. જો તમે આ કામ કરી લેશો તો ઉનાળામાં પણ તમારી ત્વચા સુંદર અને બેદાગ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શરીર પર જામેલા ચરબીના થરને 1 મહિનામાં ઓગાળી દેશે લવિંગ, આ રીતે ડાયટમાં કરો સામેલ


કેળાની છાલમાં પોટેશિયમ, વિટામિન સી, વિટામિન બી6, મેંગેનીઝ જેવા પોષક તત્વ હોય છે. જે ત્વચા માટે એક બેસ્ટ હોમ રેમેડી છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી શું ફાયદો થાય છે તે આજે તમને વિસ્તારપૂર્વક જણાવીએ. 


કેળાની છાલના ફાયદા 


આ પણ વાંચો: Hair Care: વાળ ધોયા પછી આ ટીપ્સ ફોલો કરશો તો કર્લી હેર પણ થઈ જાશે સ્ટ્રેટ


કેળાની છાલમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા મુલાયમ અને ચમકતી દેખાય છે. આ ઉપરાંત તેમાં વિટામીન સી પણ હોય છે જે ત્વચામાં કોલેજન ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા પર કરચલીઓ પણ ઓછી થાય છે. ઉનાળામાં કેળાની છાલને ત્વચા પર લગાડવાથી ખીલ થતા નથી અને ડાઘ પણ દૂર થવા લાગે છે. કેળાની છાલથી ત્વચાને ઠંડક મળે છે. 


કેળાની છાલનો કેવી રીતે કરવો ઉપયોગ ? 


આ પણ વાંચો: ઘઉં સહિતના અનાજને સ્ટોર કરવા ફોલો કરો 5 ઘરેલુ ઉપાય, આખું વર્ષ નહીં પડે ધનેડા


- કેળાની છાલના અંદરના સફેદ ભાગને ચહેરા પર લગાવો અને પાંચથી દસ મિનિટ ધીરે ધીરે મસાજ કરો. 


- આ સિવાય તમે કેળાની છાલની પેસ્ટ બનાવી તેમાં દહીં કે મધ ઉમેરીને તેને ચહેરા પર પણ લગાડી શકો છો. 


- કેળાની છાલના ટુકડા કરીને 10 થી 15 મિનિટ આંખની નીચે રાખવાથી ડાર્ક સર્કલ દૂર થવા લાગે છે. 


આ વાતનું રાખો ધ્યાન 


આ પણ વાંચો: પરસેવાના કારણે ત્વચા પર થતા રેશિસથી તુરંત રાહત મેળવવી હોય તો ટ્રાય કરો આ ઘરેલુ નુસખા


કેળાની છાલનો ઉપયોગ કરો તે પહેલા ચહેરાને સારી રીતે ધોઈ લેવો. અઠવાડિયામાં બે ત્રણ વખત કેળાની છાલનો ઉપયોગ ચહેરા પર કરવો. ખાસ કરીને જ્યારે તમે તડકામાંથી ઘરે આવો ત્યારે આ કામ ફટાફટ કરી લેવું. તેનાથી ત્વચા ને ઠંડક મળે છે અને ટેનિંગ થતું નથી.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)