Hair Care: વાળ ધોયા પછી આ ટીપ્સ ફોલો કરશો તો કર્લી હેર પણ થઈ જાશે સ્ટ્રેટ
Hair Care: વાળને ધોયા પછી જો કેટલીક બાબતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો કરલી અને ફ્રીઝી હેર સ્ટ્રેટ થઈ શકે છે. વાળ કર્લી થવાનું મુખ્ય કારણ હોય છે કે વાળમાં મોઈશ્ચર નથી હોતું. આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલીક ખાસ ટિપ્સની મદદ લઈ શકો છો.
Trending Photos
Hair Care: જેના વાળ કર્લી અને ફ્રીઝી હોય તે વાળને સ્ટ્રેટ કરવા માટે હજારો રૂપિયા ખર્ચ કરે છે. જોકે ટ્રીટમેન્ટથી સ્ટ્રેટ કરેલા વાળ પણ થોડા સમયમાં ફરીથી કર્લી થવા લાગે છે. આ સિવાય વારંવાર કેમિકલ અને હિટિંગ ટૂલનો ઉપયોગ કરવાથી વાળ નબળા પણ પડી જાય છે. જેના કારણે વાળનું ટેક્સચર પણ ડ્રાય દેખાવા લાગે છે. ઘણા લોકોને આવી ટ્રીટમેન્ટ પછી હેર ફોલની સમસ્યા પણ વધી જાય છે. જો તમારા વાળ પણ કર્લી હોય અને તમારે વાળને નેચરલી સ્ટ્રેટ કરવા હોય તો તમે કેટલીક નેચરલ ટિપ્સ ફોલો કરીને પણ વાળને સ્ટ્રેટ કરી શકો છો.
વાળને ધોયા પછી જો કેટલીક બાબતોનું ધ્યાન રાખી લેવામાં આવે તો કરલી અને ફ્રીઝી હેર સ્ટ્રેટ થઈ શકે છે. વાળ કર્લી થવાનું મુખ્ય કારણ હોય છે કે વાળમાં મોઈશ્ચર નથી હોતું. આ સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલીક ખાસ ટિપ્સની મદદ લઈ શકો છો.
વાળને નેચરલી સ્ટ્રેટ કરવાની ટીપ્સ
- વાળ ધોયા પછી ભીના વાળને ટુવાલથી થોડા થોડા કોરા કરી ટુવાલને વાળમાં જ 10 થી 15 મિનિટ માટે બાંધી રાખો. ભીના વાળને ખુલ્લા છોડી દેવાથી તે વધારે ફ્રીઝી દેખાવા લાગશે. જો તેને ટુવાલથી કવર કરી રાખશો તો વાળને મોઈશ્ચર પણ મળશે અને વાળ નેચરલી સ્ટ્રેટ દેખાશે.
- વાળ ભીના હોય ત્યારે હેર કોમ્બ કરવા નહીં પરંતુ જ્યારે વાળ સુકાવા લાગે તો વાળમાં બ્રશિંગ કરવું. જો વાળ કોરા થયા પછી પણ તમે બ્રશિંગ નહીં કરો તો વાળ ફ્રીઝી થવા લાગશે.
- વાળને સીધા કરવા હોય તો વાળ થોડા થોડા ભીના હોય ત્યારે તેમાં રોલર સેટ કરી દેવા. વાળમાંથી ગુંચ કાઢીને રોલર્સ સેટ કરી દેવા અને પછી હેર સીરમ અપ્લાય કરવું. જ્યારે તમે રોલર્સને રીમુવ કરશો તો વાર સ્મુધ અને હેવી દેખાશે.
- વાળને મજબૂત અને સ્ટ્રેટ બનાવવા માટે એસેન્સીયલ ઓઇલનો પણ ઉપયોગ કરી શકાય છે. વાળ થોડા થોડા ભીના હોય ત્યારે હાથમાં એસેન્શિયલ ઓઇલના થોડા ટીપા લઈને હેર પર અપ્લાય કરો. તેનાથી વાળમાં કર્લ પડવાની શક્યતા ઓછી થઈ જશે.
હેર માસ્ક લગાવો
વાળને ઘરે જ સ્ટ્રેટ કરવા હોય તો હોમમેડ હેર માસ્ક પણ કારગર સાબિત થાય છે. તેના માટે અઠવાડિયામાં બે થી ત્રણ વખત હેર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી વાળને મોઈશ્ચર પણ મળે છે. હેર માસ્ક બનાવવા માટે અળસીને પાણીમાં ઉકાળીને જેલ જેવું બનાવી લો. ત્યાર પછી તેમાં એલોવેરા જેલ મિક્સ કરી વાળ પર અપ્લાય કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે