ગરમીની આ સીઝનમાં બનાવો 3 નવી રીતે લીંબુ પાણી, દાઢે વળગી જશે સ્વાદ
3 Different Style Lemonade: લીંબુ પાણી એક એવું પીણું છે જે આ સિઝનમાં સૌથી વધુ પીવામાં આવે છે. આજે તમને અલગ અલગ પ્રકારના લીંબુ પાણી બનાવવાની રીત વિશે જણાવીએ.
3 Different Style Lemonade: ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે કંઈ ઠંડુ પીવાની ઈચ્છા વારંવાર થાય છે. જેથી ગરમીથી રાહત મળી શકે. તેવામાં લીંબુ પાણી એક એવું પીણું છે જે આ સિઝનમાં સૌથી વધુ પીવામાં આવે છે. આજે તમને અલગ અલગ પ્રકારના લીંબુ પાણી બનાવવાની રીત વિશે જણાવીએ. આ ત્રણ રીતે લીંબુ પાણી બનાવીને પીશો તો તેનો સ્વાદ તમને પણ દાઢે વળગી જશે.
આ પણ વાંચો:
આ Tips ફોલો કરીને જાણો કેરી મીઠી અને પાકી છે કે નહીં, આ રીત ચેક કરશો તો નહીં છેતરાવ
ભોજનમાં શું નવું બનાવવું તે ચિંતા તમને પણ સતાવે છે ? તો ટ્રાય કરો પાપડનું શાક
વટાણા બટેટાના શાકને આપો શાહી ટ્વીસ્ટ, આંગળા ચાટી ચાટીને ખાશે બધા અને કરશે વાહ વાહ...
મસાલા લીંબુ સોડા
મસાલા લીંબુ સોડા બનાવવા માટે એક ગ્લાસમાં 1 ચમચી ધાણા પાવડર, ½ ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી જીરું પાવડર, ½ ચમચી સંચળ, 1 ચમચી પાઉડર ખાંડ અને 6 ચમચી લીંબુનો રસ ઉમેરો. બધી વસ્તુને બરાબર મીક્સ કરો અને આ સીરપમાં ઉપરથી સોડા ઉમેરો.
મિન્ટ લીંબુ પાણી
ઉનાળામાં ફુદીનો અને લીંબુ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ સારા ગણાય છે. તેને બનાવવા માટે ¼ કપ ફુદીનાના પાન, 2 ચમચી ખાંડ અને 5 ચમચી લીંબુનો રસ લેવો. ફુદીનાના પાન અને ખાંડની પેસ્ટ બનાવો. હવે એક ગ્લાસ ઠંડું પાણી લેવું અને તેમાં ફુદીનાના પાનની પેસ્ટ ઉમેરી તેમાં લીંબુનો રસ ઉમેરો. મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો.
નારિયેળ લીંબુ શિકંજી
તમે ઉનાળામાં શિકંજી પણ ટ્રાય કરી શકો છો. તેને બનાવવા માટે એક ગ્લાસમાં 1 કપ નારિયેળ પાણી લેવું. તેમાં 4 ચમચી દળેલી ખાંડ ઉમેરો. આ મિશ્રણમાં 2 ચમચી આદુનો રસ અને 5 ચમચી લીંબુનો રસ ઉમેરો અને મિક્સ કરો. પછી તેને ઠંડુ થવા દો અને સર્વ કરો.