આ Tips ફોલો કરીને જાણો કેરી મીઠી અને પાકી છે કે નહીં... આ રીત ચેક કરશો તો નહીં છેતરાવ
How To Check Mangoes Is Sweet: કેરીના શોખીન લોકો ઉનાળાની રાહ એટલા માટે જ જોતા હોય કે તેમને કેરી ખાવા મળે. જોકે ગરમીની શરૂઆતથી જ બજારમાં જે કેરી આવતી હોય છે તે મીઠી અને પાકેલી હોતી નથી. આવી કેરી બહારથી તો સરસ મજાની દેખાય છે પરંતુ જ્યારે તેને કાપવામાં આવે છે તો તે અંદરથી ખરાબ અથવા તો કાચી નીકળે છે.
Trending Photos
How To Check Mangoes Is Sweet: ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં પણ કેરી દેખાવા લાગી છે. વર્ષભરમાં માત્ર ઉનાળા દરમિયાન સ્વાદિષ્ટ કેરી ખાવા મળે છે. કેરીના શોખીન લોકો ઉનાળાની રાહ એટલા માટે જ જોતા હોય કે તેમને કેરી ખાવા મળે. જોકે ગરમીની શરૂઆતથી જ બજારમાં જે કેરી આવતી હોય છે તે મીઠી અને પાકેલી હોતી નથી. આવી કેરી બહારથી તો સરસ મજાની દેખાય છે પરંતુ જ્યારે તેને કાપવામાં આવે છે તો તે અંદરથી ખરાબ અથવા તો કાચી નીકળે છે. આવી સ્થિતિમાં કેરી ખાવાનો જે મૂડ બનાવ્યો હોય તે પણ ભાગી જાય છે અને બીજી વખત કેરી લેવા જવામાં સતત ચિંતા થાય છે કે કેરી સારી નીકળશે કે નહીં ? તો આ સિઝનમાં તમારી ચિંતા દૂર થઈ જાય તે માટે તમને જણાવીએ કે બજારમાંથી પાકેલી અને મીઠી કેરી કેવી રીતે ખરીદવી. જ્યારે પણ કેરી ખરીદવા જાવ ત્યારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. આ ટિપ્સ ફોલો કરશો તો તમે ક્યારેય કેરી લેવામાં છેતરાશો નહીં.
આ પણ વાંચો:
- પાકી અને મીઠી કેરી કાચી કેરીની સરખામણીમાં સોફ્ટ હોય છે. જ્યારે પણ તમે કેરી ખરીદવા જાવ તો તેને હાથમાં લઈને ચેક કરો જો કેરી તમને નરમ લાગે તો તે પાકેલી હોય છે.
- કેરી કુદરતી રીતે પાકેલી હોય તો તેના ઉપર કોઈપણ પ્રકારના રસ ના નિશાન હોતા નથી. કેરી ઉપર બ્લુ કે કાળા રંગના નિશાન હોય તો તે કેમિકલ્સની મદદથી પકાવેલી હોઈ શકે છે આવી કેરી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.
- કેરીને તમે ધ્યાનથી જોશો તો તેના ઉપર સફેદ પાવડર જેવી પરત દેખાશે. આ પ્રકારની ઝાંયવાળી કેરી કુદરતી રીતે પાકેલી હોય છે. તેને ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન નહીં થાય.
- જો કેરી ઉપર લીલા રંગના ડાઘ કે કરચલીઓ પડી ગઈ હોય. તો તે કેમિકલ ની મદદથી પકાવેલી કેરી હોય છે. આવી કેરી ને કાપવાથી તે ક્યાંયથી લાલ તો ક્યાંકથી પીળી હશે. કેમિકલ ના કારણે તેનો રંગ બદલી જાય છે.
આ પણ વાંચો:
- કેરી ને જો તમે પાણીની ડોલમાં મૂકો અને તે તરવા લાગે તો સમજી જવું કે તેને કેમિકલ થી પકાવેલી છે. કુદરતી રીતે પાકેલી કેરી વજનદાર હોય છે અને તે પાણીમાં તરતી નથી.
- કુદરતી રીતે પકાવેલી કેરી આછા લીલા અને નારંગી રંગની હોય છે. જો કેરી એકદમ પીડી હોય અને તેની સ્કિન ક્યાંયથી પણ લીલી ન હોય તો સમજી લેવું કે તેને કેમિકલની મદદથી પકાવેલી છે.
- કેરીની ઉપર જે ડાળીનો ભાગ હોય તેને સુંધી અને ચેક કરવું જો ત્યાંથી મીઠી સુગંધ આવે તો સમજી લેવું કેરી સારી છે. કેમિકલથી પકાવેલી કેરીમાં કુદરતી સુગંધ હોતી નથી. આવી કેરીમાંથી કેમિકલની સ્મેલ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે