Weekend Marriage: લગ્નનો લાડુ ખાધા પછી દરેક વ્યક્તિ પસ્તાવો કરે છે. પુરુષોને સિંગલ લાઈફ ગુમાવ્યાનો સૌથી વધુ અફસોસ થાય છે. સાથે જ સ્ત્રીઓ પણ પોતાની સિંગલ લાઈફ મિસ કરતી હોય છે. કારણ કે લગ્ન બાદ જવાબદારીઓના કારણે પહેલા જેવી બેફિકરાઈથી લોકો જીવન જીવી શકતા નથી. વળી લગ્ન કર્યાના બંધન પણ લોકોને બોજ લાગવા લાગે છે. તેવામાં જો તમને કોઈ કહે કે તમે લગ્ન કર્યા પછી પણ સિંગલ લાઈફ જીવી શકો છો ? આવી તક હાથમાં આવે તો કોઈ જતી ન કરે. આ જ કારણ છે કે જાપાનમાં હાલ વીકેન્ડ મેરેજનો કોન્સેપ્ટ લોકપ્રિય થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Secret Places Of Manali: મનાલી ફરવા ગયા અને આ 5 સીક્રેટ જગ્યા ન જોઈ તો ફોગટ ગયો ફેરો


તિરુપતિ માટે સૌથી સસ્તુ ટુર પેકેજ.... માત્ર 1930 રૂપિયામાં કરો બાલાજીના દર્શન


તમે જાણો છો આ ફળનું સાચું નામ ? સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતાં શરુ થઈ નામની ચર્ચા


વીકેન્ડ મેરેજમાં લોકો લગ્નજીવનનું સુખ પણ માણે છે અને સિંગલ લાઈફના જલસા પણ કરે છે. આ ટ્રેંડ ધીરે ધીરે લોકપ્રિય થઈ રહ્યો છે. જો કે આ કોન્સેપ્ટ તમારું મગજ હલાવી નાખે તેવો છે. વીકેન્ડ મેરેજમાં કપલ્સ લગ્ન તો કરે છે પરંતુ તેમ છતાં સારામાં સારી અને સિંગલ તરીકેની લાઈફ પણ જીવે છે. 


કપલ્સ લગ્ન બાદ માત્ર શનિ-રવિ એકબીજા સાથે રહી પતિ-પત્ની તરીકેની જવાબદારી અને બંધન નીભાવે છે. ત્યારબાદ સોમથી શુક્ર તેઓ સિંગલ લાઈફ પોતાની રીતે જીવે છે. વીકેન્ડ મેરેજમાં કપલને એકબીજા અનુસાર જીવનશૈલી બદલવાની જરૂરીયાત નથી. કારણ કે તેઓ સોમથી શુક્ર સિંગલ જ રહે છે. માત્ર 2 જ દિવસ મેરિડ લાઈફ જીવે છે.


આ રીતે જીવન જીવતા કપલ્સનું કહેવું છે કે વીકેન્ડ મેરેજના કારણે તેઓ વધારે ખુશહાલ જીવન જીવે છે. તેમની વચ્ચે ઝઘડા પણ ઓછા થાય છે. કારણ કે કપલ એક વીક પછી મળે છે અને સાથે રહે છે. તેથી તેઓ સતત રોમાન્ટિક મોમેન્ટસમાં જ સમય પસાર કરે છે. સપ્તાહના બાકી દિવસોમાં તેઓ સિંગલ લાઈફ જીવે છે. 


સપ્તાહમાં 2 જ દિવસ સાથે રહેતા હોવાથી તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરે છે અને સાથે જ એનર્જીથી ભરપુર હોય છે. તેઓ એકબીજા સાથે સારી રીતે કનેક્ટ થાય છે અને લગ્નજીવનની જવાબદારી સારી રીતે નિભાવે છે.