આ વ્યક્તિએ બનાવી હતી ભારતની પહેલી ક્રિસમસ કેક, એક અંગ્રેજે આપી હતી તેમને રેસિપી
India First Christmas Cake History : ભારતના પ્રથમ ક્રિસમસ કેકની કહાની... ક્યારે અને કોણે બનાવી હતી આ કેક
Christmas 2023 : ક્રિસસમ એટલે પહેલા સાન્તા ક્લોઝ અને બાદમાં કેક યાદમાં આવે. ભારતમાં પણ હવે ક્રિસમસ સેલિબ્રેશન વધી ગયું છે. પણ શું તમે જાણો છો કે, અંગ્રેજોની આ વાનગી ભારત કેવી રીતે આવી. ભારતમાં સૌથી પહેલી ક્રિસમસ કેક કોણે બનાવી હતી. રસપ્રદ ઈતિહાસ જાણીએ. ભારતમાં પહેલી ક્રિસમસ કેક બનાવનાર માણસનું નામ છે મોમ્બલી બાપુ. એક બ્રિટિશ ગ્રાહકે તેમના હાથની બનાવેલી બ્રેડ ખાધી અને તેમને ક્રિસમસ કેક બનાવવા પ્રોત્સાહિત કર્યા.
ક્રિસમસ કેક ઘણા ભારતીય ઘરોમાં વિશેષ સ્થાન ધરાવે છે. આ માત્ર તેમના સ્વાદના કારણે જ નહીં, પણ તેમના સાંસ્કૃતિક મૂળ અને ઇતિહાસને કારણે પણ છે. હવે ભારતીય ઘરોમાં નાના નાના પ્રસંગોમાં ય કેક આવતી થઈ ગઈ છે. ત્યારે ભારતમાં પહેલી ક્રિસમસ કેક વિશે જાણીએ. વર્ષ 1880 હતું. ઉત્તર કેરળના નાના દરિયાકાંઠાના શહેર થાલાસેરીમાં, મમ્બલી બાપુ - એક વેપારી કે જેઓ ઇજિપ્તમાં બ્રિટિશ સૈનિકોને દૂધ, ચા અને બ્રેડ મોકલતા હતા - તેમણે પોતાની બેકરી સ્થાપવાનું નક્કી કર્યું.
હજારો વર્ષો પહેલા દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ
તેઓ હમણાં જ બર્માથી પાછા ફર્યા હતા. જ્યાં તેમણે બિસ્કીટ બનાવવાની કળામાં નિપુણતા મેળવી હતી, અને સ્થાનિક મલયાલીઓમાં આ બેકરી પ્રોડક્ટ લોકપ્રિય બનાવવા માંગતા હતા. તે સમયે દેશમાં માત્ર એક બીજી બેકરી હતી અને તે ફક્ત બ્રિટિશરો માટે જ હતી. તેથી બાપુએ નાની બેકરી સ્થાપી, તેનું નામ રોયલ બિસ્કીટ ફેક્ટરી રાખ્યું. તેમણે લગભગ 40 વિવિધ પ્રકારના બિસ્કિટ, રસ્ક, બ્રેડ અને બન્સનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું.
1883 માં, નાતાલના થોડા દિવસો પહેલા મર્ડોક બ્રાઉન નામના એક બ્રિટિશર તેમની બેકરીમાં આવ્યા હતા. જ્યાં મર્ડોકે બાપુના હાથની બ્રેડ ખાધી. તો તેઓ ખુશ થઈ ગયા. જેથી તેમણે બાપુને કેક કેવી રીતે બનાવવી તેની રેસિપી આપી. આ બાદ બાપુએ એક લુહાર પાસેથી મોલ્ડ બનાવડાવ્યો. મલબાર કિનારે આવેલા ખેતરોમાંથી મસાલાની પસંદગીની પસંદગી કરી અને ફ્રુટનો ઉપયોગ કરીને કેક બનાવી.
ગુજરાતના 1600 કિમી લાંબા દરિયા પર મોટું સંકટ : બીચ પણ ગાયબ થઈ જશે, અભ્યાસમાં ખુલાસો
20 ડિસેમ્બર, 1884ના રોજ બાપુએ પોતાના હાથની બનેલી કેક મર્ડોક બ્રાઉન સામે રજૂ કરી. તે ચાખીને એ અંગ્રેજ ખુશીથી ઝૂમી ઉઠ્યો અને કહ્યું, તેની કેક અત્યાર સુધીની શ્રેષ્ઠ કેકમાંથી એક છે. આમ, મર્ડોકે તેમને એક ડઝન કેકનો વધુનો ઓર્ડર આપ્યો! આમ, મોમ્બલી બાપુએ સ્થાનિક લોકો માટે કેક બનાવવાની શરૂઆત કરીએ અને તેની કેક ફેમસ બની ગઈ.
આમ, મેમ્બલી બાપુનો વ્યવસાય ફુલ્યો ફાલ્યો. ત્યાર પછીના વર્ષોમાં, તેમના વંશજોએ રાજ્યોના જુદા જુદા ભાગોમાં સફળ બેકરી ચેઈન્સની સ્થાપના કરી. આજે, બાપુએ બનાવેલી ભારતની પ્રથમ ક્રિસમસ કેક રજૂ કર્યાના 130 કરતાં વધુ વર્ષો પછી, થેલાસેરી માત્ર કેરળમાં જ નહીં પરંતુ ભારતના કેક ઉદ્યોગમાં ટ્રેન્ડસેટર છે. દર વર્ષે, યુએસએ અને યુએઈના પ્રવાસીઓ શહેરની બેકરીઓમાંથી ક્રિસમસ કેકનો વિશાળ ઓર્ડર આપે છે.
અંબાલાલ પટેલની ચેતવણી : કમોસમી વરસાદ અને કડકડતી ઠંડીનું સંકટ એકસાથે આવશે