નવી દિલ્લીઃ મધ્યમ વર્ગના લોકો અનેક સમસ્યાથી જજુમતા હોય છે. પરંતુ આ સમસ્યાઓ વચ્ચે પણ રસ્તો કાઢી મધ્યમવર્ગના લોકો પોતાના જીવનને મજેદાર  બનાવતા હોય છે. જોકે મધ્યમ વર્ગના લોકો સૌથી સુખી માનવામાં આવે છે. BMWની કિંમત વધે, AUDI કે નવો ફોન લૉન્ચ થાય તેનાથી તેમને કોઈ ફરક નથી પડતો. આજના સમયમાં લોકો આખો દિવસ સોશિયલ મીડિયા પર વ્યસ્ત હોય છે. ત્યારે મધ્યમવર્ગના લોકોના કેટલાક જુગાડના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ થતા રહેતા હોય છે. ત્યારે આવા જ કેટલાક મજેદાર જુગાના રસપ્રદ ફોટા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટૂથપેસ્ટનો આવો ઉપયોગ તમે નહીં કર્યો હોય-
ભારતમાં સામાન્ય રીતે તમામના ઘરમાં તમે જોયું હશે કે ટૂથપેસ્ટનો ઉપયોગ છેલ્લે સુધી કરી લેવામાં આવે છે. ટૂથપેસ્ટ પુરી થઈ જાય ત્યારે વેલણનો ઉપયોગ કરી બચી ગયેલી થોડીઘણી પેસ્ટ પણ કાઢી લેતા હોય છે. 


વોશરૂમમાં વીજળીની બચત-
સામાન્ય રીતે મધ્યમવર્ગના લોકોના વોશરૂમમાં ઝીર વોટનો બલ્બ હોય છે. આવું કરવા પાછળ એવી માનસિકતા હોય છે કે વોશરૂમમાં વધારે લાઈટની જરૂર નથી હોતી. જેથી વીજળી ખર્ચ ઘટાડવા વોશરૂમમાં ઝીરો વોટના બલ્બનો ઉપયોગ કરવામાં આવે છે.


વાટકામાં બર્ફ જમાવવી-
મધ્યમવર્ગના લોકોના ફ્રીજ તમે ખોલશો તો તમને બર્ફ આઈસ ટ્રેમાં નહીં પણ વાટકામાં જામેલી જોવા મળશે. આવું કરવા પાછળ લોકો એવું માને છે કે ટ્રેમાં ઓછી બર્ફ જામે છે. એટલું જ નહીં પણ ટ્રેમાં બર્ફ જમાવવાથી ફ્રીની વધુ જગ્યા રોકાઈ જાય છે. જેથી વાટકીમાં બર્ફ જમાવવાનો જુગાડ અપનાવે છે.


રંગબેરંગી ફર્શ-
મધ્યમવર્ગના લોકોના ઘરમાં જશો તો તમને રંગબેરંગી લાદી જોવા મળશે. મોટો ભાગે 90ના દાયકાના લોકો અને તેના પહેલાના સમયમાં આવી રંગબેરંગી લાદીઓનો ઘરમાં વધુ ઉપયોગ કરતા હતા. એક સમયે મધ્યમવર્ગના લોકોની રંગબેરંગી ફર્શ તરીકેની ઓળખ પણ ઉભી થઈ હતી.


મધ્યમવર્ગની ચમચી પણ હોય છે અલગ-
ભારતમાં મધ્યમવર્ગના લોકોના ઘરમાં મોટાભાગે ડિઝાઈનવાળી ચમચી વધુ જોવા મળે છે. આજના સમયે લોકો આવી ચમચી જોઈને સોશિયલ મીડિયામાં તેના ફોટા શેર કરે છે. અને પછી પૂછે છે કે આજે કોના ઘરમાં આવી ચમચીઓ છે.