સવારે આ `ચા` પીવાથી મળે છે જોરદાર ફાયદા, ઇનફર્ટિલિટીથી લઈને ડિપ્રેશનમાં પણ છે ઉપયોગી
dates tea benefits: ચા પીવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે પરંતુ જો કોઈ હર્બ કે ડ્રાઈફ્રૂટની ચા પીવો તો તેનાથી શરીરમાં તાકાત આપે છે.
નવી દિલ્હીઃ ખાંડનો ઉપયોગ સ્વાસ્થ્ય પર ઘણા હાનિકારક પ્રભાવ પાડે છે. તેની જગ્યાએ જો ખજૂરનો મીઠા માટે ઉપયોગ કરવામાં આવે તો ફાયદાકારક સાબિત થાય છે. આમ તો તમે સાંભળ્યું હશે તે સવારે ખાલી પેટ ચા પીવાથી નુકસાન થાય છે પરંતુ અહીં અમે તમને એક એવી ચા વિશે જણાવી રહ્યાં છીએ, જેને સવારે પીવાથી ફનફર્ટિલિટીથી લઈને ડિપ્રેશન સુધીની સારવાર થઈ શકે છે. પોષક તત્વોથી ભરપૂર ખરૂજમાં ફ્લેવોનોઇડ્સ ફેનોલિક એસિડ અને કેરોટેનોયડ્સ હોય છે, જેનાથી શરીરને ખુબ લાભ પહોંચે છે.
શું ખજૂરવાળી ચા પીવી સારૂ છે? (Is date tea good for body)
ફર્ટિલિટી માટે ખજૂરની ચા
એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખજૂરનો ચા પીવાથી ફર્ટિલિટી સારી હોય છે. ખરૂરની તાસીર ગરમ હોય છે તેવામાં તેની ચાથી ગર્ભાશય ગરમ રહે છે અને પ્રજનન ક્ષમતા વધે છે. ખજૂરમાં પોલીફેનોલ હોય છે, જે મહિલાઓની ફર્ટિલિટીને સારી કરવાનું કામ કરે છે.
પીસીઓડી અને પીસીઓએસમાં ખજૂરની ચા
ખજૂરની ચા પીવાથી પીસીઓડી અને પીસીઓએસ જેવી ગંભીર સમસ્યાઓમાં પણ આરામ મળે છે. તેના સેવનથી એગની ક્વોલિટી પણ સારી રહે છે. તેના પ્રભાવ માટે ચાને દરરોજ તમારા ડાયટમાં સામેલ કરો.
આ પણ વાંચોઃ આ ફળ ખાવાથી પૂરુ થઈ શકે છે પુરૂષોનું પિતા બનવાનું સપનું, ઝડપથી વધશે સ્પર્મ કાઉન્ટ
ડિપ્રેશનમાં ખજૂર ખાવ
એન્ટીઓક્સીડેન્ટ ગુણોને કારણે ખજૂરની ચા ડિપ્રેશનની સમસ્યાથી પરેશાન લોકો માટે પણ ફાયદાકારક હોય છે. દરરોજ તેના સેવનથી શરીર પર પોઝિટિવ અસર પડે છે અને મન ખુશ રહે છે.
નીંદર ન આવવા પર ખજૂરની ચા
જો તમે અનિંદ્રાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો ખજૂરની ચાનું સેવન શરૂ કરી દેવું જોઈએ. ખજૂરની ચા પીવાથી નીંદર ન આવવાની સમસ્યા દૂર થાય છે. ખજૂરની ચા પીધા બાદ તમે ફ્રેશ અનુભવ કરશો.
(સામાન્ય માહિતીને આધારે આ જાણકારી આપવામાં આવી છે, કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube