Pilot Co-Pilot Food in Plane: તમે ફ્લાઈટમાં મુસાફરી કરી હોય તો તમને ખબર હશે કે પ્લેનમાં બે પાયલટ હોય છે. એક મેઈન પાયલટ અને બીજો કો-પાયલટ. વિમાનમાં બે પાયલટ મુસાફરોની સુરક્ષા માટે મૂકવામાં આવે છે. પરંતુ શું તમને એ નિયમ ખબર છે કે, પ્લેનમાં બંને પાયલટને અલગ અલગ ભોજન પીરસવામાં આવે છે. તેમજ બંનેનો ભોજનનો સમય પણ એક સરખો નથી હોતો. બંનેને ફરજિયાત અલગ અલગ સમયે ભોજન કરવું પડે છે. આ વાત સાચી છે. જો તમે એરલાઈન્સના આ નિયમ વિશે નથી જાણતા તો આજે જાણી લો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલગ અલગ જગ્યાઓ પર બને છે બંનેનું ભોજન
સૌથી પહેલા એરલાઈન્સ કંપનીઓ પોતાના મુસાફરોની સુરક્ષા પર વધુ ફોકસ કરે છે. જે પ્રકારે એક ટ્રેનમાં બે મોટરમેન હોય છે અને બંને માટે અલગ અલગ સીટ હોય છે. તે જ રીતે વિમાનમાં પણ એક મુખ્ય પાયલટ અને બીજો કો-પાયલટ હોય છે. તેમના બેસવાની સીટ પણ અલગ અલગ હોય છે. પરંતુ જ્યારે બંનેના ભોજનની વાત આવે છે ત્યારે બંનેને એક સરખું ભોજન આપવામાં આવતુ નથી. આ ભોજન અલગ અલગ જગ્યાઓએ બનેલું હોય છે. એટલુ જ નહિ, બંને એકસાથે ભોજન પણ કરી શક્તા નથી. એરલાઈન્સ નિયમ પ્રમાણે બંનેને અલગ અલગ સમયે ભોજન કરવાનું હોય છે. આ પાછળ એક મોટું કારણ છે.


આ ગુજરાતણ અમેરિકામાં લડશે ચૂંટણી, સ્ટાર્ટ અપ કંપનીની માલિક હવે માંગશે વોટ


એકસાથે તબિયત ખરાબ ન થવી જોઈએ
હકીકત એમ છે કે, બંને પાયલટને અલગ અલગ ભોજન અલગ અલગ સમયે આપવાનું મુખ્ય કારણ એ છે કે, ખોરાકમાં કોઈ પ્રકારની ગરબડી હોય તો બંને પાયલટની તબિયત એકસાથે ખરાબ થાય. આવી ઘટના ટાળવા માટે બંનેને એક જ સરખું ભોજન અપાયુ નથી. જો બંને પાયલટની એકસાથે તબિયત ખરાબ થાય તો તેમને એકસાથે સારવારની જરૂર પડશે. 


બંનેની તબિયત એકસાથે બગડી તો વિમાન કોણ ઉડાવશે
હવે સવાલ એ છે કે, બંનેની તબિયત એકસાથે બગડી તો વિમાન કોણ ઉડાવશે. બંને પાયલટની તબિયત એકસાથે બગડી તો વિમાનમાં બેસેલા અસંખ્ય મુસાફરોના જીવ પર જોખમ ઉભુ થાય છે. આવુ ન થાય તે માટે એરલાઈન્સ દ્વારા આ નિયમ બનાવવામાં આવ્યો છે. તેથી બંને પાયલટને અલગ અલગ ભોજન અલગ અલગ સમયે આપવામાં આવે છે. 


યજ્ઞ બાદ ધોતી પહેરીને જ કર્મકાંડી બ્રાહ્મણો જુગાર રમવા બેસ્યા, જોઈને પોલીસ પણ ચોંકી