Interesting Facts: સમોસા, જલેબી સહિત 5 સ્વાદિષ્ટ વાનગીઓ વિશે આ ચોંકાવનારી વાત તમને ખબર છે?
Food Facts: ઘણા લોકો માને છે કે સમોસા એ ભારતની વાનગી છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે જલેબી પણ ભારતની એક વાનગી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને વાનગીઓની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ.
વિશ્વના તમામ દેશોમાં ભારતીય ભોજનની પ્રશંસા થાય છે. અહીં એવી ઘણી ખાદ્ય સામગ્રી છે, જેને વિદેશીઓ ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. વિદેશીઓએ પણ તેમની ફૂડ લિસ્ટમાં ઘણી વાનગીઓનો સમાવેશ કર્યો છે. જો કે એ વાત પણ સાચી છે કે આપણે ભારતની ઘણી વાનગીઓ સ્વીકારી છે, જ્યારે કે તે ભારતમાં ઉદ્ભવી નથી.
ઘણા લોકો માને છે કે સમોસા એ ભારતની વાનગી છે. ઘણા લોકો એવું પણ વિચારે છે કે જલેબી પણ ભારતની એક વાનગી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને વાનગીઓની ઉત્પત્તિ ભારતમાં નથી થઈ. એ અલગ વાત છે કે સમય જતાં ભારતે આ સ્વાદિષ્ટ વાનગીઓને પોતાની ફૂડ લિસ્ટનો એક ભાગ બનાવી દીધો છે. અહીં અમે કેટલીક એવી ખાદ્ય વસ્તુઓનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ, જેને મોટાભાગના લોકો ભારતની સંપત્તિ માને છે, પરંતુ વાસ્તવમાં એવું બિલકુલ નથી.
1. સમોસા
મોટાભાગના લોકો માને છે કે સમોસા એ ભારતની વાનગી છે, જે નથી. આ પ્રખ્યાત વાનગી મૂળ ઈરાનની છે. એવું માનવામાં આવે છે કે સમોસા સૌપ્રથમ વખત ઈરાનમાં બન્યા હતો. જોકે, બટાકાની જગ્યાએ પનીર, વટાણા, આદુ, લસણ, ટામેટાં, ડુંગળી અને મરચાં, માંસ, સૂકા ફળો ઉમેરવામાં આવ્યા હતા.
2. જલેબી
તમે ઘણી વાર જલેબી ખાધી હશે. ઘણા લોકો આ વાનગીને ભારતની માને છે, જ્યારે એવું બિલકુલ નથી. એવું માનવામાં આવે છે કે જલેબી પ્રથમ પશ્ચિમ એશિયામાં બનાવવામાં આવી હતી. તે બંગાળમાં જીલપી અને આસામમાં જેલેપી તરીકે ઓળખાય છે. આ મીઠી વાનગી મનપસંદ મીઠાઈઓમાંની એક છે. પશ્ચિમ એશિયા એ સ્થાન છે જ્યાં જલેબીની ઉત્પત્તિ થઈ હતી. ઐતિહાસિક પુસ્તક 'કિતાબ-અલ-તબીક'માં જલાબિયા નામની મીઠાઈનો ઉલ્લેખ છે, જે પશ્ચિમ એશિયામાં ઉદ્દભવે છે.
સવારે ઉઠીને તરત ચા ગટકી જતા હોવ તો સાવધાન...થાય છે આ 5 નુકસાન, ખાસ જાણો
સિગારેટ પીવાની આદત છે? તો ફેફ્સાને સ્વસ્થ રાખવા આટલું જરૂર કરો
30 દિવસ ફોલો કરો Sugar Free Diet, કોઈપણ પ્રકારની મહેનત વિના આ 5 સમસ્યા થશે દુર
3. બિરયાની
Zomato અને Swiggyના ડેટા દર્શાવે છે કે બિરયાની એ ભારતીય ઘરોમાં સૌથી વધુ ઓર્ડર કરાયેલી વસ્તુ છે. લોકો આ વાનગીને ભારતની પણ માને છે. જોકે આ સાચું નથી. બિરયાની ભારતીય વાનગી નથી. જોકે તેનું ચોક્કસ મૂળ હજુ અજ્ઞાત છે. એવું માનવામાં આવે છે કે મુઘલોએ ભારતમાં બિરયાની લાવ્યા હતા.
4. રાજમા
રાજમા ઉત્તર ભારતમાં ખાવામાં આવતી એક સ્વાદિષ્ટ વાનગી છે. પરંતુ શું તમે જાણો છો કે રાજમા સૌથી પહેલા ક્યાં બનાવવામાં આવ્યા હતા? કહેવાય છે કે રાજમાની ઉત્પત્તિ મેક્સિકોમાં થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે પોર્ટુગીઝ સંશોધકો આ વાનગીને ઉત્તર અમેરિકાથી યુરોપ લઈ ગયા હતા. પછી તેને ભારતમાં આવવાનો મોકો મળ્યો.
5. ચા
ભારત વિશ્વમાં ચાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જો તમને લાગે છે કે તેની ઉત્પત્તિ ભારતમાં થઈ છે, તો તમે ખોટા છો. કારણ કે ચાની ઉત્પત્તિ ચીનમાં થઈ છે. એવું માનવામાં આવે છે કે ચીનના શાસક શેન નુંગ બગીચામાં બેસીને ગરમ પાણી પી રહ્યા હતા. ત્યારે, તેમાં એક પાન પડ્યું જેના કારણે પાણીનો રંગ બદલાઈ ગયો અને સારી સુગંધ પણ આવવા લાગી. જ્યાંથી ચાની ઉત્પતિ થઈ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube