Health Tips: સવારે ઉઠીને તરત ચા ગટકી જતા હોવ તો સાવધાન...થાય છે આ 5 નુકસાન, ખાસ જાણો

Health Tips: ચીન બાદ ભારત દુનિયામાં ચાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાના શોખીનોને ચા સિવાય બીજુ કોઈ વસ્તુ ખપતી નથી. પણ શું તમને એ વાતની ખબર છે કે ખાલી પેટે ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન પણ થાય છે. આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે. 

Health Tips: સવારે ઉઠીને તરત ચા ગટકી જતા હોવ તો સાવધાન...થાય છે આ 5 નુકસાન, ખાસ જાણો

 

ચા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં અનેક ઠેકાણે વ્યાપક પ્રમાણમાં પીવાતું પીણું છે. ભારતમાં તો ચા એક પીણું નહીં પરંતુ તેનાથી આગળ ભાવના તરીકે લેવાય છે. આ લોકપ્રિય પીણું અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યું હતું. પરંતુ સમયાંતરે તે ભારતનું એક અભિન્ન અંગ બની ગયું છે.  ચીન બાદ ભારત દુનિયામાં ચાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાના શોખીનોને ચા સિવાય બીજુ કોઈ વસ્તુ ખપતી નથી. પણ શું તમને એ વાતની ખબર છે કે ખાલી પેટે ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન પણ થાય છે. આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે. 

ચા ભારતમાં એક પીણું નહીં પણ લોકો માટે ભાવનાનો સવાલ હોય છે. અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલું આ પીણું સમયાંતરે ભારતીય બની ગયું. ભારતીય ભોજનની જેમ જ લોકો ચા પણ મસાલેદાર પીતા હોય છે. પછી ભલે તે દુધવાળી હોય કે દૂધ વગરની. અહીં એવા 5 કારણ જણાવવામાં આવ્યા છે જેના થકી તમે જાણી શકશો કે તમારે તમારા દિવસની શરૂઆત એક કપ ચાથી કેમ ન કરવી જોઈએ. 

1. કેફીનનું પ્રમાણ
ચા અને તેમાં પણ ખાસ કરીને બ્લેક ટી તથા ગ્રીન ટીમાં કેફીન હોય છે. જ્યારે કેફીન તમને વધુ સતર્ક મહેસૂસ કરવા અને સવારે જાગવામાં મદદ કરે છે. વધુ  પડતું કેફીન ગભરાહટ, ચિંતા અને ઊંઘની પેટર્નને ખેરવી શકે છે. 

side effects of drinking milk tea herbal tea | दोबारा गर्म करके पीते हैं  चाय? जान लीजिए इसका क्या होता है असर | Hindi News, लाइफस्टाइल

2. પેટમાં ખરાબી
કેટલાક લોકો ચા પીધા બાદ પેટમાં ખરાબીની પણ ફરિયાદ કરતા હોય છે. ખાસ કરીને ખાલી પેટ. જો તમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય તો તમે સવારે ખાલી પેટે ચા ન પીઓ. ચાની સાથે કઈક નાસ્તો ચોક્કસપણે લો. 

3. ડિહાઈડ્રેશન
ચાથી ડિહાઈડ્રેશનની સમસ્યા પણ થઈ શકે છે. 

4. દાંત પર ડાઘા પડવા
ચા પીવાથી સમય જતા દાંત પર ડાઘા પડી શકે છે. ખાસ કરીને જો તમે તેને નિયમિત પણે પીતા હોવ તો. 

if you like to drink tea you live longer tea for health benefits of tea |  ಚಹಾ ಪ್ರಿಯರಿಗೆ ಸಿಹಿ ಸುದ್ದಿ : ಪ್ರತಿದಿನ 2 ಕಪ್‌ ಕುಡಿದ್ರೆ ಆರೋಗ್ಯಕ್ಕಿದೆ ಈ ಲಾಭಗಳು  Health News in Kannada

5. આયર્ન એબ્સોર્બ થવામાં વિધ્ન
ચામાં રહેલા કેટલાક તત્વો શરીરમાં આયર્નને શોષાવામાં વિધ્ન ઉત્પન્ન કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news